તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોવિડ-19 મહામારીએ તે લોકોને ડિજિટલ વર્લ્ડથી જોડી દીધા છે, જે હંમેશાંથી દૂર રહેતા હતા. એટલે કે, જે લોકોને ડિજિટલ પ્લેટફોર્મ વિશે ઓછી સમજ હતી તેઓ તેને શીખી રહ્યા છે. જો કે, ઘણા હેકર્સ આ કમજોરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. હકીકતમાં, આ દિવસોમાં ડિજિટલ પ્લેટફોર્મ પર અકાઉન્ટમાંથી પૈસા ચોરી થવાના ઘણા કેસ સામે આવી રહ્યા છે. યુઝર દ્વારા કરવામાં આવેલી એક ભૂલથી તેમનું અકાઉન્ટ ખાલી થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ બેંકિંગ એપ્સનો ઉપયોગ કરો છો તો કેટલીક બાબતો છે જે તમારે હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ ...
1. મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન ફીચર
સિંગલ પાસવર્ડને ક્રેક કરવાનું સરળ થઈ જાય છે, પરંતુ મલ્ટી ફેક્ટર ઓન્થેટિકેશન ફીચરને સરળતાથી ક્રેક કરી શકાતા નથી. આવી સ્થિતિમાં તમારે બેંકિંગ એપ્સમાં આ ફીચરનો ઉપયોગ કરવો જોઈએ. આ ફીચરમાં યુઝરને લોગઈન કરવા માટે પાસવર્ડની સાથે ફિંગરપ્રિન્ટ સ્કેનર, OTP, ડેબિટ કાર્ડ નંબર જેવી ઘણી વસ્તુઓની જરૂરી હોય છે. આવી સ્થિતિમાં મલ્ટી લેયરને સરળતાથી તોડી શકાતા નથી.
2. NFC- એમ્બેડડ સિમ કાર્ડનો ઉપયોગ
NFC-એમ્બેડેડ સિમ કાર્ડ એક સિમ કાર્ડ છે જે ગ્રાહકોને તેમની ક્રેડિટ કાર્ડની માહિતીને નિયર ફીલ્ડ કમ્યુનિકેશન (NFC) સિમ કાર્ડ પર સુરક્ષિત રીતે ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે. આ ઓપ્શન સાથે ઉપભોક્તાએ તેમનું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ રાખવાની જરૂર નથી. આવી સ્થિતિમાં કાર્ડ ખોવાનો અથવા ભૂલી જવાની કોઈ ચિંતા નથી રહેતી. કાર્ડની મદદથી કોઈ હેકર તમારા અકાઉન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, એ વાતની સંભાવનાનો પણ અંત આવી જાય છે.
3. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન
આ દિવસોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં પેમેન્ટ કાર્ડ, મર્ચન્ટ, કાર્ડ બ્રાન્ડ્સ, બેંક કાર્ડ જેવી ઘણી રીતે અબજોનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. આ ટ્રાન્ઝેક્શન પર હેકર નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનએ જોખમનું સમાધાન છે, કેમ કે, તે ડેટાને સિક્યોર અને મજબૂત રાખવાની ખાતરી આપે છે. તે સિક્યોરિટી ઓડિટ અને પેનટ્રેશન ટેસ્ટ કરે છે જે સિક્યોરિટી મેજર્સને એક્સ્ટ્રા માઇલ સુધી લઈ જાય છે.
4. ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ડિવાઈસિસનો ઉપયોગ
હવે મોટાભાગની બેંક એપ્લિકેશનો પણ ફિંગરપ્રિન્ટ સિક્યોરિટી આપી રહી છે. જો કે, આ સુવિધા તે સ્માર્ટફોનમાં મળે છે, જેમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર હોય છે. તે IP એડ્રેસ, લોકેશન, દિવસનો સમય, ડિવાઇસ ટાઈપ, સ્કીન સીઝ, બ્રાઉઝર વગેરે જેવા સંકેતોના વિવિધ સેટ મેળવે છે. આવી સ્થિતિમાં થઈ શકે તો તમે પણ આવા ડિવાઈસનો ઉપયોગ કરો જેમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવે છે.
5. રિયલ ટાઈમ ટેક્સ્ટ અને ઈમેલ અલર્ટ
તમારે તમારા અકાઉન્ટ સંબંધિત રિયલ ટાઈમ ટેક્સ્ટ અને ઈમેલ અલર્ટની સાથે એપ નોટિફિકેશનને પણ ઓન રાખવું જોઈએ. જેથી તમારા અકાઉન્ટ સાથે સંબંધિત કોઈપણ ટ્રાન્ઝેક્શન હોય છે ત્યારે તેનાથી સંબંધિત અલર્ટ તરત તમને મળી જાય છે. જો તમને અલર્ટ રિયલ ટાઈમ પર નથી મળતું ત્યારે તમારે એક વખત બેંકમાં વાત કરવી જોઈએ. બેંક અકાઉન્ટમાં થતાં ફ્રોડથી બચવા માટે તે તમને તરત અલર્ટ કરશે.
6. એપનો સોર્સ ચેક કરો
આ દિવસોમાં ઘણા હેકર્સ બેંક જેવી જ એપ્સ બનાવે છે અને તેને એપ સ્ટોર પર મુકી દે છે. આવી સ્થિતિમાં તમે ઉતાવળમાં ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, તો તમારા અકાઉન્ટમાંથી પૈસા તો જતા રહેશે સાથે ફોનનો ડેટા પણ ચોરી થઈ જશે. તેમાં જ્યારે પણ કોઈ એપ ઈન્સ્ટોલ કરો ત્યારે તેના ડેવલપર, રેટિંગ, રિવ્યુ, જેવી ઘણી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. આ દિવસોમાં ઘણા યુઝર્સ ખોટી એપ ઈન્સ્ટોલ કરવાની ભૂલ કરી રહ્યા છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.