તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Rifles Various Recruitment 2021: 131 Vacancies For Various Posts, Indian Coast Guard Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:આસામ રાઈફલ્સે 131 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, સ્પોર્ટ્સ કોટા હેઠળ ધોરણ 10 પાસ કેન્ડિડેટ્સની ભરતી થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સ કોઈ માન્ય બોર્ડમાંથી મેટ્રિક પાસ હોવા જોઈએ
  • ઉમેદવારની ઉંમર 18થી 23 વર્ષ વચ્ચે હોવી જોઈએ

આસામ રાઈફલ્સે 131 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા પર અપ્લાય પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 26 જુલાઈ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ ભરતી સ્પોર્ટ્સ કોટા હેઠળ કરવામાં આવશે. સિલેક્શન માટે ભરતી રેલી 24 ઓગસ્ટથી અલગ-અલગ જગ્યાએ ટેન્ટેટિવલી યોજવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 131
પુરુષ: 75
મહિલા:56

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સ કોઈ માન્ય બોર્ડમાંથી મેટ્રિક પાસ હોવા જોઈએ. આ ઉપરાંત જે લોકોએ આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય/યુનિવર્સીટી ટુર્નામેન્ટ/રાષ્ટ્રીય ખેલ/સ્કૂલોમાં સ્પર્ધામાં ભાગ લીધો હોય કે રાષ્ટ્રીય પૃસ્કાર વિજેતા પણ અપ્લાય કરી શકે છે.

ઉંમર
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 1 ઓગસ્ટ, 2021 સુધી 18થી 23 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

એપ્લિકેશન ફી
જનરલ/OBS:100 રૂપિયા
અનુસૂચિત જાતિ/જનજાતિ અને મહિલા: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે આસામ રાઈફલ્સની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...