• Gujarati News
  • Utility
  • Results For Mop up Round Counseling Will Be Announced On January 27, Reporting Will Have To Be Done In The Allotted College From January 28

AYUSH NEET 2020:મોપ-અપ રાઉન્ડ કાઉન્સેલિંગ માટે રિઝલ્ટ 27 જાન્યુઆરીએ જાહેર થશે, 28 જાન્યુઆરીથી અલોટેડ કોલેજમાં રિપોર્ટિંગ કરવું પડશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

આયુષ NEET કાઉન્સિલિંગ 2020ના થર્ડ રાઉન્ડ એટલે કે મોપ-અપ રાઉન્ડ કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. તેના માટે આયુષ એડમિશન સેન્ટ્રલ કન્સલન્ટન્ટ કમિટી (AACCC)ની ઓફિશિયલ વેબસાઇટ aaccc.gov.in પર જઇને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન કરાવી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે પસંદગીની કોલેજ પસંદ કરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ છે. ત્યારબાદ 27 જાન્યુઆરીએ મોપ-અપ રાઉન્ડ કાઉન્સેલિંગનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

28 જાન્યુઆરીથી રિપોર્ટિંગ કરવાનું રહેશે
આયુષ NNET કાઉન્સિલિંગ 2020ના થર્ડ રાઉન્ડ એટલે કે મોપ-અપ રાઉન્ડ માટે NEET 2020 ક્વોલિફાય કરી ચૂકેલા ઉમેદવારોએ અખિલ ભારતીય કોટા હેઠળ BAMS, BSMS, BUMS અને BHMSની ખાલી બેઠકો પર એડમિશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું. આયુષ NNET કાઉન્સલિંગ મોપ-અપ રાઉન્ડમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ 28 જાન્યુઆરીથી 08 ફેબ્રુઆરી દરમિયાન અલોટેડ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે રિપોર્ટિંગ કરવાનું રહેશે.

કાઉન્સેલિંગ શિડ્યૂલ
કાઉન્સેલિંગ રિઝલ્ટ - 27 જાન્યુઆરી, 2021
કોલેજમાં રિપોર્ટિંગ - 28 જાન્યુઆરીથી 08 ફેબ્રુઆરી, 2021 સુધી

મોપ-અપ રાઉન્ડ શું છે?
મોપ-અપ રાઉન્ડ માત્ર એ જ સીટ્સ ભરવા માટે આયોજિત કરવામાં આવે છે જે અગાઉ બે રાઉન્ડમાં સંપૂર્ણ રીતે નહોતી ભરાઈ. આ રાઉન્ડ હેઠળ કોઈપણ રાજ્યનો રહેવાસી હોવા છતાં પાત્ર ઉમેદવારો 15% ક્વોટા દ્વારા રાજ્યોની અનામત ખાલી બેઠકો પર પ્રવેશ લઈ શકે છે. આમાં તે બધા ઉમેદવારો સામેલ થઈ શકશે જેમણે NEET 2020 પ્રવેશ પરીક્ષા ક્વોલિફાઇ કરી છે.