તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Result Of IBPS Officer Scale Prelims Examination Announced, Main Examination To Be Held On 30th January

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IBPS RRB 2020:IBPS ઓફિસર સ્કેલ પ્રીલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું, 30 જાન્યુઆરીએ મુખ્ય પરીક્ષા યોજાશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ IBPS ઓફિસર સ્કેલ 1, 2, 3 પ્રિલીમ્સ પરીક્ષા 2020નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. જે ઉમેદવારો પરીક્ષામાં સામેલ થયા છે તેઓ 18 જાન્યુઆરી 2021 સુધી ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર તેમનું રિઝલ્ટ ચેક કરી શકે છે. આઈબીપીએસ ઓફિસર સ્કેલ 1 2,3 પ્રિલીમ્સ પરીક્ષા 2020 12 અને 13 સપ્ટેમ્બરના રોજ દેશના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી.

મુખ્ય પરીક્ષા 30 જાન્યુઆરીએ લેવામાં આવશે
IBPS ઓફિસર સ્કેલ-1 પ્રીલિમ્સ એક્ઝામમાં સફળ થયેલા ઉમેદવારો કે જેમણે પ્રિલીમ્સની પરીક્ષા આપી દીધી છે તે હવે મુખ્ય પરીક્ષામાં હાજર રહેશે. IBPS ઓફિસર સ્કેલ 1, 2 અને 3 માટેની મુખ્ય પરીક્ષા 30 જાન્યુઆરીએ લેવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં એડમિટ કાર્ડ આપવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવાશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં મેળવેલા માર્કસના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર જાઓ.
  • હોમપેજ પર પ્રીલિમ્સ પરીક્ષાનાં રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
  • ક્લિક કરવા પર નવું પેજ ખૂલશે. તેમાં તમારું રજિસ્ટ્રેશન/પાસવર્ડ દાખલ કરો અને લોગ ઇન કરો.
  • રિઝલ્ટ ઓપન થતાં જ તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ કાઢી લો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser