તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Result NTA Has Announced The Result Of UGC NET Exam Taken In 81 Subjects, Check The Result Online By Following 5 Steps.

રિઝલ્ટ:રિઝલ્ટ/NTAએ 81 વિષયોમાં લેવાયેલી UGC NET પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું, 5 સ્ટેપ્સ ફોલો કરીને ઓનલાઇન રિઝલ્ટ ચેક કરો

8 મહિનો પહેલા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મંગળવારે UGC-NET પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું છે. 24 સપ્ટેમ્બરથી 13 નવેમ્બરની વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી. NTAએ 17 નવેમ્બરના રોજ 81 વિષયોમાં લેવામાં આવેલી પરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી. તેમજ, ફાઇનલ 'આન્સર કી' 30 નવેમ્બરના રોજ રજૂ કરવામાં આવી હતી.

આ રીતે સ્કોર ચેક કરો

  • ઓફિશિયલ વેબસાઇટ nta.nic.in પર જાઓ.
  • UGC NET જૂનનાં રિઝલ્ટ પર ક્લિક કરો.
  • એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ ભરો
  • તમારી સ્ક્રીન પર રિઝલ્ટ ડિસ્પ્લે થઈ જશે.
  • હવે તમે રિઝલ્ટ પ્રિન્ટ અથવા ડાઉલોડ કરી શકો છો.

સીધું રિઝલ્ટ ચેક કરવા માટે અહીં ક્લિક કરો

કટઓફ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એલિજિબલ થશે
UGC NET ક્વોલિફાય કરનારા ઉમેદવારો હવે દેશભરની યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરવા પાત્ર બનશે. જે ઉમેદવારોએ NET સાથે JRF ક્વોલિફાય કર્યું છે તેમને PHD માટે UGC પાસેથી ગ્રાન્ટ મળશે.

5 લાખ ઉમેદવારો સામેલ થયા હતા
UGC NETની પરીક્ષામાં કુલ 5,26,707 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 8,60,976 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં સામેલ ઉમેદવારોમાં 2,90,260 મહિલા ઉમેદવારો હતા. કુલ 2,36,427 પુરુષ ઉમેદવારો હાજર રહ્યા. આ ઉપરાંત, આ પરીક્ષામાં 20 ટ્રાન્સજેન્ડરો પણ સામેલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...