તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Restrictions Lifted, Learn What To Look For And Tactics To Help Ease The Way. If You Take Care Of All These Things, The Wave Of Corona Will Not Come Back

અનલોક ગાઈડલાઈન:પ્રતિબંધો હટાવવામાં આવ્યા, જાણો ઘરેથી નીકળતી વખતે શું ધ્યાન રાખવું, ઓફિસમાં શું કરવું અને શું ન કરવું; આટલું ધ્યાન રાખશો તો કોરોનાની લહેર પાછી નહીં આવે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી રહી છે, દેશના તમામ રાજ્યોએ લોકડાઉનના પ્રતિબંધો હળવા કરવાનું શરૂ કરી દીધું છે. દેશની રાજધાની દિલ્હીમાં મોલ અને માર્કેટને ઓડ-ઈવનના આધારે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મુંબઈમાં જરૂરી સેવાઓ માટે લોકલ ટ્રેનો દોડશે. હરિયાણા અને UPમાં પણ નિયંત્રણો દૂર કરવામાં આવી રહ્યા છે.

રાજસ્થાનમાં જે વિસ્તારમાં 10%થી ઓછો કોરોના પોઝિટિવ રેટ છે, ત્યાં છૂટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં 1 જૂનથી નાની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે.

એટલે સ્પષ્ટ છે કે, આપણે બધાનું બહાર આવવા-જવાનું વધશે. આવી સ્થિતિમાં કોરોના ફરીથી ન ફેલાય તેના માટે જરૂરી છે આપણે બધાએ માસ્ક, અંતર અને સેનિટાઈઝેશનના તમામ નિયમોનું કડક પાલન કરવું.

તો ચાલો જાણીએ ઘરની બહાર જતી વખતે, કારમાં અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતી વખતે, વર્કપ્લેસ પર અથવા ઘરે પાછા આવતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ...

લોકડાઉના પ્રતિબંધોમાં મળી રહેલી છૂટછાટમાં બેદરકારી માટે કોઈ અવકાશ નથી કારણ કે ...

1. વેક્સિનેશનમાં અત્યારે પણ આપણે ઘણા પાછળ છીએ
ભારતમાં અત્યાર સુધી 13% લોકોએ કોરોના વેક્સિનનો એક ડોઝ અને માત્ર 3.3% વસ્તીએ બે ડોઝ લીધા છે, જ્યારે અમેરિકામાં 51% વસ્તીએ સિંગલ ડોઝ અને 41% લોકોએ વેક્સિનના ફૂલ ડોઝ લઈ લીધા છે.

2. ભારતમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ મળી રહ્યા છે

  • ભારતમાં 1,01,232 નવા કોરોના પોઝિટિવ મળ્યા.
  • અમેરિકામાં 6,408 અને બ્રાઝિલમાં 39,637 કેસ મળ્યા.

3. દુનિયામાં સૌથી વધારે મૃત્યુ પણ ભારતમાં થઈ રહ્યા છે

  • ભારતમાં 24 કલાકમાં કુલ 2,445 લોકોના મોત થયા
  • અમેરિકામાં માત્ર 164 લોકો અને બ્રાઝિલમાં 866 લોકોના મોત થયા.
  • ભારતમાં હજી પણ વિશ્વના સૌથી વધુ 8,944 ગંભીર દર્દીઓ છે.
અન્ય સમાચારો પણ છે...