• Home
  • Utility
  • Reliance launched protection insurance policy against Corona virus

ઇન્શ્યોરન્સ / રિલાયન્સે કોરોના વાઇરસ સામે પ્રોટેક્શન ઇન્શ્યોરન્સ લોન્ચ કર્યો, જો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો 100% ક્લેમ મળશે

Reliance launched protection insurance policy against Corona virus
X
Reliance launched protection insurance policy against Corona virus

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 09:19 AM IST

દિલ્હી. કોરોના વાઇરસથી સર્જાયેલી કટોકટીને ધ્યાનમાં રાખીને આજકાલ દરેક વ્યક્તિ વીમો ઉતરાવી રહી છે. જો તમે હજી સુધી આ રોગને લગતો કોઈ વીમો ન ઉતરાવ્યો હોય તો રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની એક સ્પેશિયલ ઇન્શ્યોરન્સ સ્કીમ લઇને આવી છે. તેમાં તમે તમે પોતાની જાતને સેફ ઝોનમાં મૂકી શકો છો. રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને COVID-19 પ્રોટેક્શન ઇન્શ્યોરન્સન સ્કીમ શરૂ કરી છે, જે કોરોના વાઇરસના પોઝિટિવ ક્લેમ પર 100% રકમ આપશે. જો કોઈ કેસમાં ગ્રાહકને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો હશે તો તેની વીમા રકમનો 50 ટકા ભાગ કવર થશે.

એક વર્ષ માટે આ પોલિસી

કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનના અનુસાર, આ પોલિસી એક વર્ષ માટેની છે. પોલિસી લીધાના 15 દિવસ પછી તમે તેનો ક્લેમ કરી શકો છો. કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ રાકેશ જૈને આ વિશે જણાવતા કહ્યું કે, અમે આ પ્રોડક્ટ લોન્ચ કરી છે જેથી, લોકોનો આર્થિક ભાર ઓછો થાય.

પોલિસીની મહત્ત્વપૂર્ણ બાબતો

  • 3 મહિનાથી લઇને 60 વર્ષ સુધી કોઇપણ વ્યક્તિ આ પોલિસી લઈ શકે છે. તેમાં 25,000 રૂપિયાથી લઇને 2 લાખ રૂપિયા સુધીનો વીમો ઉતરાવી શકાય છે. આ પોલિસીમાં કોરોના વાઇરસને કારણે નોકરી જતી રહે તો તેનું વળતર પણ મળશે.
  • આ પ્લાનમાં એક એડ-ઓન વિકલ્પ પણ છે. ટ્રાવેલ એક્સક્લુઝન રિમૂવલ નામના આ ઓપ્શનમાં તમારી 45 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી પણ માન્ય ગણાશે. જો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો વ્યક્તિને 100% વીમાનો ક્લેમ મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી