• Gujarati News
  • Utility
  • Reliance Jio Vs Bharti Airtel Vs Vodafone Idea; Popular Yearly Recharge Plans Comparison

કઈ મોબાઈલ કંપનીના પ્લાન સસ્તા:મંથલી રિચાર્જ કરતાં વાર્ષિક પ્લાન સસ્તો પડશે, 2GB ડેટા પ્લાન પર વર્ષે 1668 રૂપિયાની બચત થશે; આખું ગણિત સમજી લો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરટેલનો વાર્ષિક પ્લાન મંથલી પ્લાન કરતાં 1668 રૂપિયા સસ્તો પડે છે

1 ડિસેમ્બરથી તમામ ટેલિકોમ કંપનીના પ્રી-પેઇડ પ્લાન મોંઘા થયા છે. હવે મિનિમમ 50થી 100 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. તમારા ઈન્ટરનેટની જરૂર પ્રમાણે તમે પ્લાન લો એ જરૂરી છે. વાર્ષિક પ્લાન 600 રૂપિયા મોંઘો થયો છે. હવે નવી કિંમત પ્રમાણે મંથલી પ્લાન કરતાં વાર્ષિક પ્લાન સસ્તા પડે છે. કઈ રીતે મંથલી પ્લાન કરતાં વાર્ષિક પ્લાન સસ્તા પડશે એ અમે તમને એનું ગણિત સમજાવીશું....

રિલાયન્સ જિયોનો વાર્ષિક પ્લાન
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીના 44 કરોડથી વધારે ગ્રાહક છે. જિયોના 2879 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં દરરોજ 2GBનો ડેટા મળે છે. એની વેલિડિટી 365 દિવસની છે. આ સાથે જ એમાં અનલિમિટેડ SMS, અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. આ પ્લાનની સરખામણીએ મંથલી 299 રૂપિયાના પ્લાન સાથે કરીએ....

જિયોના 2879 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં દરરોજ 7.89 રૂપિયાનો ખર્ચ છે. તો 299 રૂપિયાના મંથલી પ્લાનમાં દરરોજ 10.68 રૂપિયાનો ખર્ચ છે. 299 રૂપિયાના પ્લાન 1 વર્ષમાં 13 વખત કરાવવા પડે છે. એ પ્રમાણે એનો વાર્ષિક પ્લાન 3887 રૂપિયા થશે અર્થાત મંથલી પ્લાનની સરખામણીએ વાર્ષિક પ્લાન 1008 રૂપિયા સસ્તો પડશે.

એરટેલનો વાર્ષિક પ્લાન
એરટેલના 35 કરોડ યુઝર છે. એરટેલના વાર્ષિક પ્લાનની કિંમત 2999 રૂપિયા છે. એમાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMSની સુવિધા મળે છે. આ પ્લાનની સરખામણી 359 રૂપિયાના પ્લાન સાથે કરીએ....

જિયોના 2999 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં દરરોજ 8.22 રૂપિયાનો ખર્ચો થાય છે જ્યારે 359 રૂપિયાના મંથલી પ્લાનમાં આ ખર્ચો 12.83 રૂપિયાનો છે. મંથલી પ્લાન 1 વર્ષમાં 13 વખત કરાવવો પડે છે. તે પ્રમાણે મંથલી પ્લાનનો વાર્ષિક ખર્ચો 4667 રૂપિયા થાય છે. અર્થાત વાર્ષિક પ્લાન મંથલી પ્લાન કરતાં 1668 રૂપિયા સસ્તો પડશે.

Viનો વાર્ષિક પ્લાન
27 કરોડ યુઝર ધરાવતી ટેલિકોમ કંપની Viમાં 1.5GB પ્રતિ દિવસ ડેટાનો વાર્ષિક પ્લાન છે. એની કિંમત 3099 રૂપિયા છે. એમાં અનલિમિટેડ SMS, કોલિંગ સહિતની અન્ય સુવિધા મળે છે. એના 299 રૂપિયાના મંથલી પ્લાનમાં ડેઈલી 1.5GB ડેટા મળે છે.

Viના 3099 રૂપિયાનો 1 દિવસનો ખર્ચો 8.50 રૂપિયા છે, જ્યારે મંથલી પ્લાનનો 1 દિવસનો ખર્ચો 10.68 રૂપિયા છે. યુઝર 2999 રૂપિયાનો પ્લાન ખરીદી તો 1 વર્ષમાં 13 રિચાર્જ કરાવવા પડે. મંથલી પ્લાન કરતાં વાર્ષિક પ્લાન 788 રૂપિયા સસ્તો પડશે.

જિયો Vs એરટેલ Vs Vi

ત્રણેય કંપનીના વાર્ષિક પ્લાનમાં જિયો સૌથી સસ્તી કંપની છે. ડેઈલી 2GB ડેટામાં વર્ષે 1008 રૂપિયાની બચત થાય છે. એરટેલમાં 1668 રૂપિયાની બચત થાય છે. Vi પાસે ડેઈલી 2GB ડેટાનો વાર્ષિક પ્લાન નથી, પરંતુ 1.5GB ડેટાના વાર્ષિક પ્લાન પર 788 રૂપિયા બચે છે.