જિયોએ 1 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમને 30 દિવસની વેલિડિટી સાથે 100MB ડેટા મળશે. આ પ્લાન જિયોની મોબાઈલ એપ પર દેખાઈ રહ્યો છે. આ પ્લાન વેલ્યુ સેક્શનમાં ‘Other Plans’માં લિસ્ટેડ છે.
10 રૂપિયામાં મળશે 1GB ડેટા આ પ્લાનમાં તમને માત્ર 10 રૂપિયામાં 30 દિવસ માટે 1GB ડેટા મળશે. કંપનીના 15 દિવસવાળા 1GB 4G ડેટા વાઉચરથી પણ સસ્તો પ્લાન છે. કારણકે આમાં 5 રૂપિયાની બચત થશે.
હાલમાં જ 119 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો
થોડા દિવસ પહેલાં જિયોએ તેના સૌથી બેઝિક ડેઇલી ડેટા પ્રીપેડ પ્લાનમાં કો-રિવાઇઝ કર્યું છે, તેની કિંમત 119 રૂપિયા છે. આ પ્લાનમાં યુઝરને અનલિમિટેડ કોલિંગ સાથે રોજ 1.5GB ડેટા મળશે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. પ્લાન સાથે જિયો એપ્સની ફ્રી એક્સેસ મળશે. આ ઉપરાંત 300 SMS પણ ઓફર થશે.
જિયોએ પ્લાન મોંઘા કર્યા
એરટેલ અને Vi પછી જિયોએ પણ 1 ડિસેમ્બરથી રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. આ પ્લાનમાં 21% વધારો કર્યો છે. જિયોમાં 75 રૂપિયાના પ્લાન માટે 91 રૂપિયા ચૂકવવા પડશે.
129 રૂપિયાવાળો પ્લાન 155 રૂપિયા, 399વાળો પ્લાન 479 રૂપિયા, 1299વાળો પ્લાન 1599 રૂપિયા અને 2399વાળો પ્લાન હવે 2879 રૂપિયામાં મળશે. ડેટા ટોપ-અપની કિંમત પણ વધી ગઈ છે. હવે 6GB ડેટા માટે 51ને બદલે 61, 12GB ડેટા માટે 101ને બદલે 121 રૂપિયા અને 50GB માટે 251 રૂપિયાને બદલે 301 રૂપિયા ખર્ચ કરવા પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.