તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Reliance Jio Launches Made In India Mobile Browser JioPage, It Supports 8 Languages

આત્મનિર્ભર ભારત:રિલાયન્સ જિયોએ મેડ ઇન ઇન્ડિયા મોબાઈલ બ્રાઉઝર ‘JioPages’ લોન્ચ કર્યું, આઠ ભારતીય ભાષાને સપોર્ટ કરશે

એક વર્ષ પહેલા

રિલાયન્સ જિયોએ નવું મેડ ઇન ઇન્ડિયા મોબાઈલ બ્રાઉઝર જિયો પેજીસ (JioPages)લોન્ચ કર્યું છે. આ બ્રાઉઝર આઠ ભારતીય ભાષામાં અવેલેબલ છે. કંપનીએ તેમાં ડેટા પ્રાઈવસી પર ફોકસ કરીને સારા બ્રાઉઝિંગનો અનુભવ આપવાનો વાયદો કર્યો છે. ગૂગલ પ્લે સ્ટોર પર બ્રાઉઝરનું નવું વર્ઝન આવી ગયું છે. જિયો પેજીસને ભારતમાં જ ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે. જિયો પેજીસ ક્રોમિયમ બ્લિન્ક એન્જિન પર બનાવ્યું છે.

જિયો બ્રાઉઝરની ખાસિયત:

  • યુઝર્સ જિયો પેજ વેબ બ્રાઉઝર પર જઈને ગૂગલ, બિંગ અને ડક-ડક ગો સર્ચ એન્જિન ઉપયોગ કરી શકશે.
  • યુઝર્સને જિયો પેજીસમાં કોઈ પણ વેબસાઈટ સેવ કરવાની સુવિધા મળશે.
  • જિયો બ્રાઉઝર ઝડપથી વેબ પેજને લોડ કરવાની ક્ષમતા ધરાવે છે.
  • જિયોના આ વેબ બ્રાઉઝરમાં ડાર્ક મોડનો ઓપ્શન પણ આપ્યો છે.
  • સરળતાથી તે વેબસાઈટને તમારા ડિવાઈસમાં ઝડપથી ઓપન કરી શકશો.
  • જિયો પેજ વેબ બ્રાઉઝરમાં કલરફુલ બેકગ્રાઉન્ડ થીમ આપી છે તેની મદદથી યુઝર્સ પોતાના ફેવરિટ બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકશે.
  • સાથે જ તેમાં એડ-બ્લોકર ફીચર પણ આપ્યું છે. તેની મદદથી તેમ ના જોઈતી જાહેરાતોને પણ રોકી શકશો.

8 ભાષામાં અવેલેબલ
અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી, તમિળ, ગુજરાતી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષામાં કામ કરવામાં સક્ષમ છે. કંપનીના જૂના બ્રાઉઝરને ગૂગલ પ્લેસ્ટોર પર 1.4 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવ્યું હતું.

કંપનીનો ડેટા પ્રાઈવસી પર ફોકસ
તમને જણાવી દઈએ કે, જિયોએ એવા સમયે પોતાનું વેબ બ્રાઉઝર લોન્ચ કર્યું છે જ્યારે સિક્યોરિટીને લઇને ગ્લોબલ લેવલ પર ઘણી ચર્ચાઓ થઇ રહી છે. બીજી તરફ ભારતમાં ચીનના UC બ્રાઉઝર બૅન કર્યા પછી જિયો પાસે પોતાનું બ્રાઉઝર લોન્ચ કરવાનો સારો મોકો છે. રિલાયન્સ જિયોનું માનવું છે કે, જિયો પેજીસને શરુ કરવાનો આ સારો મોકો છે. જિયોના વેબ બ્રાઉઝરની ખાસિયત છે કે યુઝર્સને ડેટા પ્રાઈવસી અને ડેટા પર કંટ્રોલ મળશે.

અન્ય સમાચારો પણ છે...