તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Reliance Jio Added 47 Lakh New Subscribers In April, Vi Lost 18 Lakh Subscribers

ટેલિકોમ વૉર:રિલાયન્સ જિઓએ એપ્રિલમાં 47 લાખ નવા ગ્રાહકો જોડ્યા, Viએ 18 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ એપ્રિલ મહિનામાં 47 લાખ નવા ગ્રાહક જોડ્યા છે. તેમજ ભારતી એરટેલની વાત કરીએ તો એપ્રિલમાં 5.1 લાખ નવા ગ્રાહકો જોડાયા છે. પરંતુ Vi (વોડાફોન-આઈડિયા)એ 18 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે. BSNLના ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. 13.05 લાખના ઘટાડાની સાથે તેના યુઝર્સની સંખ્યા 11.72 લાખ સુધી પહોંચી ગઈ છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના તાજેતરના આંકડાના અનુસાર, એપ્રિલમાં રિલાયન્સ જિઓના મોબાઈલના ગ્રાહકોની સંખ્યા 47 લાખ વધીને 42.76 કરોડ સુધી પહોંચી ગઈ. તેમજ વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા 18 લાખ ઘટીને 28.19 કરોડ થઈ ગઈ. માર્ચમાં કંપનીએ 10 લાખ નવા ગ્રાહકો જોડ્યા હતા. તે સિવાય એપ્રિલમાં ભારતી એરટેલના મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 5.1 લાખ વધીને 35.29 કરોડ પર પહોંચી ગઈ.

એપ્રિલમાં 0.19% યુઝર્સની સંખ્યા વધી
TRAIના જણાવ્યા પ્રમાણે, એપ્રિલમાં દેશમાં કુલ ફોન ગ્રાહકોની સંખ્યા ગત મહિનાની તુલનામાં 0.19% વધીને 120.34 કરોડ પહોંચી ગઈ. માર્ચ દરમિયાન શહેરી ફોન ગ્રાહકોની સંખ્યામાં 0.08% તથા ગ્રામીણ ગ્રાહકોની સંખ્યામાં 0.32%નો વધારો થયો.

બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા પણ વધી
TRAIના આંકડાના અનુસાર, એપ્રિલમાં બ્રોડબેન્ડ ગ્રાહકોની સંખ્યા વધીને 78.28 કરોડ થઈ ગઈ, જે ગત મહિનાની તુલનામાં 0.61% વધારે છે. એપ્રિલના અંત સુધી કુલ બ્રોડબેન્ડ ગ્રાહકોમાં ટોપ 5 કંપનીઓની માર્કેટ ભાગીદારી 98.8% હતી. તેમાં રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ (43.04 કરોડ), ભારતી એરટેલ (19.41 કરોડ), વોડાફોન આઈડિયા (12.25 કરોડ), BSNL (2.45 કરોડ) તથા એટ્રિયા કન્વર્ઝન્સ (18.7 લાખ) સામેલ છે.

જૂન ક્વાર્ટરમાં વોડાફોનને 6,629 કરોડનું નુકસાન થઈ શકે છે
ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર એટલે કે એપ્રિલથી જૂનની વચ્ચે ટેલિકોમ કંપનીઓમાં વોડાફોનને જબરદસ્ત ઝટકો લાગી શકે છે. તેને 6,629 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જો કે, જિયો અને એરટેલ ફાયદામાં રહેશે. વિવિધ બ્રોકરેજ હાઉસના રિપોર્ટના અનુસાર, ડેટા વપરાશમાં ઘટાડો અને ફ્રી રિચાર્જ ઓફરના કારણે વોડાફોનને ભારે નુકસાન થશે.

કંપનીને જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં 7 હજાર કરોડથી વધારે નુકસાન થયું હતું જ્યારે જૂન ક્વાર્ટરમાં પણ તેના જેટલું જ નુકસાન થશે. તેની આવક 9,324 કરોડ રૂપિયા થઈ શકે છે. માર્ચ ક્વાર્ટરમાં 9,608 કરોડ રૂપિયાનું રેવન્યુ હતું. આવી જ રીતે ગ્રાહક દીઠ આવક 105 રૂપિયા થઈ શકે છે, જે માર્ચમાં 107 રૂપિયા હતી. એટલે કે દરેક ગ્રાહકની પાછળ બે રૂપિયાની ખોટ છે.