• Gujarati News
  • Utility
  • Registration Process For Admission In Different UG PG Courses Started, Apply For Entrance Test Till 6th September

BHU એન્ટ્રન્સ એક્ઝામ 2021:અલગ-અલગ UG-PG કોર્સમાં એડમિશન માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ, એન્ટ્રન્સ ટેસ્ટ માટે 6 સપ્ટેમ્બર સુધી અપ્લાય કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ BHUએ એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ જાહેર કરી નથી
  • એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા BHUમાં અલગ-અલગ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન આપવામાં આવશે

બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)એ અલગ-અલગ કોર્સમાં એડમિશન માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરી છે. યુનિવર્સિટી આ એકડમિક યરથી એન્ટ્રન્સ એક્ઝામ લઇ રહ્યું છે. આની પહેલાં
BHUએ નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી હતી કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ બનારસ હિંદુ યુનિવર્સિટીના અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 14 ઓગસ્ટથી શરુ કરી છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ bhuet.nta.nic.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

6 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ રહેશે
BHU એન્ટ્રન્સ એક્ઝામ માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર નક્કી કરી છે. વિદ્યાર્થીઓ આ તારીખ સુધી પરીક્ષા માટે અપ્લાય કરી શકે છે. આ એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા BHUમાં અલગ-અલગ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન આપવામાં આવશે. જો કે, હાલ BHUએ એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ જાહેર કરી નથી. પરીક્ષાની તારીખ થોડા સમય પછી જાહેર કરવામાં આવશે.

એક્ઝામ પેટર્ન
બનારસ હિંદુ યુનિવર્સિટીએ એન્ટ્રન્સ એક્ઝામ વિશે જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ/હાઈબ્રીડ ટેબ્લેટ/પેન અને પેપર દ્વારા યોજવામાં આવશે. આ એક ઓબ્જેક્ટિવ ટાઈપ પરીક્ષા હશે, જેમાં મલ્ટીલ ચોઈસ ક્વેશ્ચન (MCQ) પૂછવામાં આવશે. પરીક્ષાની વધારે જાણકારી માટે વિદ્યાર્થીઓ હેલ્પ ડેસ્ક નંબર - 011 40759000પર કોલ અથવા
bhu@nta.ac.in પર મેલ કરી શકે છે.

આ રીતે અપ્લાય કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ bhuet.nta.nic.in પર જાઓ.
  • હોમપેજ પર BHU(UET),BHU(PET) 2021 રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલતા પૂચેલી માહિતી ભરો.
  • હવે ફોટોગ્રાફ અને હસ્તાક્ષર જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફી ભરીને સબમિટ પર ક્લિક કરો.
  • ભવિષ્ય માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.
અન્ય સમાચારો પણ છે...