તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Registration For Post Graduation Course In IIT Kharagpur Will Start From August 30, 2021, Know The Process Of Application In These 5 Steps

GATE 2022:IIT ખડગપુરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે 30 ઓગસ્ટ, 2021થી રજિસ્ટ્રેશન શરુ થશે, 5 સ્ટેપ્સમાં જાણો અપ્લાય કરવાની સરળ પ્રોસેસ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જનરલ અને OBC કેટેગરી માટે 1500 રૂપિયા ફી છે
 • મહિલા અને આરક્ષિત વર્ગના કેન્ડિડેટ્સ માટે 750 રૂપિયા ફી છે

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, ખડગપુરે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુટ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ (GATE) પરીક્ષા 2022ની મહત્ત્વની તારીખોની જાહેરાત કરી છે. જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તેઓ GATE 2022 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે, GATE 2022 એક્ઝામ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રોસેસ 30 ઓગસ્ટ, 2021થી શરુ થશે. IIT ખડગપુરે તેની વેબસાઈટ https://gate.iitkgp.ac.in પર ગેટ 2022નું શેડ્યુલ જાહેર કર્યું છે. અહીં વિદ્યાર્થીઓ 24 સપ્ટેમ્બર, 2021 સુધી ગેટ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

પરીક્ષાની તારીખ
દેશભરમાં આ પરીક્ષા 5, 6, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. એક્ઝામ ઓનલાઈન મોડમાં યોજાશે. આ માટે 200 એક્ઝામ સેન્ટર તૈયાર કર્યા છે.

રજિસ્ટ્રેશન ફી
જનરલ અને OBC કેટેગરી માટે 1500 રૂપિયા ફી છે. મહિલા અને આરક્ષિત વર્ગના કેન્ડિડેટ્સ માટે 750 રૂપિયા ફી છે.

આ 5 સ્ટેપ્સમાં અપ્લાય પ્રોસેસ જાણી લો

 • સ્ટેપ 1: IIT ખડગપુરની ઓફિશિયલ વેબસાઈટ gate.iitkgp.ac.in પર જાઓ.
 • સ્ટેપ 2: હોમપેજ પર 30 ઓગસ્ટ પછી ઓનલાઈન અપ્લાય લિંક એક્ટિવ થઈ જશે.
 • સ્ટેપ 3: આ લિંક પર ક્લિક કરો અને પૂછેલી ડિટેલ્સ ભરીને રજીસ્ટ્રેશન કરો.
 • સ્ટેપ 4: GATE 2022નું એપ્લિકેશન ફોર્મ ભરો.
 • સ્ટેપ 5: જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઈન ફી જમા કરો. લાસ્ટમાં ફોર્મ રીચેક કરીને સબમિટ કરો.