• Gujarati News
  • Utility
  • Registration For PM Shram Yogi Mandhan Yojana Continued To Decline, With Only 15,283 People Joining From April To July.

પેન્શન સ્કિમમાંથી મોહભંગ:PM શ્રમ યોગી માનધન યોજના માટે રજિસ્ટ્રેશનમાં સતત ઘટાડો નોંધાયો, એપ્રિલથી જુલાઈ સુધી માત્ર 15,283 લોકો જ તેમાં જોડાયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના વર્કર્સ માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PMSYM)માં હવે લોકોનો રસ ઓછો થવા લાગ્યો છે. નાણાકીય વર્ષ 2021-22ના શરૂઆતના 4 મહિના એટલે કે એપ્રિલથી જુલાઈ દરમિયાન આ યોજનામાં માત્ર 15,283 લોકો જોડાયા છે એટલે કે દર મહિને માત્ર 3,821 વર્કર્સ. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાના અનુસાર, ઓગસ્ટના પહેલા 24 દિવસમાં તેમાં માત્ર 1,223 નવા રજિસ્ટ્રેશન થયા છે.

ગયા વર્ષની સરખામણીએ અડધાથી પણ ઓછા નવા રજિસ્ટ્રેશન થયા
વર્ષ 2019-20માં આ સ્કિમમાં દરરોજ 4,361 રજિસ્ટ્રેશન થતા હતા જે 2020-21માં ઘટીને 356 પર આવી ગયા છે. હવે જો વર્ષ 2021-22ની વાત કરીએ તો 24 ઓગસ્ટ સુધી તેમાં કુલ 16,506 લોકો જોડાયા છે. એટલે કે દરરોજ માત્ર 113 લોકો. મંત્રાલયની વેબસાઈટ પર જાહેર આંકડાના અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં PMSYMમાં સરેરાશ દર મહિને 10,843 અને 2019-20માં 115,000 રજિસ્ટ્રેશન થયું.

5 વર્ષમાં 10 કરોડ લોકોને સામેલ કરવાનું લક્ષ્યાંક હતું
15 ફેબ્રુઆરી 2019ના રોજ જ્યારે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈને 24 ઓગસ્ટ સુધી તેમાં માત્ર 45.1 લોકો જ જોડાયા. સરકારે આ યોજનાથી 5 વર્ષમાં 10 કરોડ લોકોને સામેલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું, પરંતુ અત્યાર સુધી તેના 5% પણ થઈ શક્યું નથી

કેમ લોકોનો મોહભંગ થઈ રહ્યો છે?
એક્સપર્ટ્સના અનુસાર, આ સ્કિમમાં વર્કર્સને 10 વર્ષ રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદ વર્કર્સને 60 વર્ષ થાય ત્યારે મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન મળે છે. ધારો કે વર્કર્સ 40 વર્ષની ઉંમરમાં તેમાં રજિસ્ટ્રેશન કરાવે છે તો તેને 20 વર્ષ બાદ એટલે કે 2041માં પેન્શન મળવાનું શરૂ થશે. વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા 2041માં 3 હજાર રૂપિયા ઘણી ઓછી રકમ છે.

શું છે યોજના?
આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના વર્કર્સને 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયાનું પેન્શન મળે છે. યોજના અંતર્ગત જેટલું કોન્ટ્રિબ્યુશન દર મહિને લાભાર્થી કરે છે, એટલું જ સરકાર તેમાં કરે છે. એટલે કે જો વર્કર્સ કોન્ટ્રિબ્યુશન 100 રૂપિયા છે તો સરકાર પણ તેમાં 100 રૂપિયા ઉમેરશે.

આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે છે. તેમાં ઘરમાં કામ કરતા લોકો, લારી ગલ્લાવાળા, ડ્રાઈવર, પ્લમ્બર, દરજી, મિડ-ડે મીલ વર્કર, રિક્ષા ડ્રાઈવર, બાંધકામ કામદારો, કચરો વીણતા લોકો, બીડી બનાવતા લોકો, હાથવણાટ, કૃષિ કામદારો, મોચી, ધોબી અને ચામડાના કામદારોનો સમાવેશ થાય છે.

આ સ્કિમમાં કોણ રોકાણ કરી શકે છે

  • યોજના માટે અસંગઠિત ક્ષેત્રના મજૂરોની ઈન્કમ 15,000 રૂપિયા મહિનાથી વધારે ન હોવી જોઈએ.
  • સેવિંગ બેંક અકાઉન્ટ અથવા પછી જન-ધન અકાઉન્ટ અને આધાર નંબર હોવો જોઈએ.
  • ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. પહેલાથી કેન્દ્ર સરકારની કોઈ અન્ય પેન્શન સ્કિમનો ફાયદો ન ઉઠાવ્યો હોય.
  • આ સ્કિમમાં 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન દર મહિને કરવાનું હોય છે.
  • તેમાં તમારું યોગદાન તમારી ઉંમર પર નિર્ભર કરે છે.