• Home
  • Utility
  • Registration can be done by visiting the Common Service Center to avail the 'Pradhan mantri Kisan Mandhan Yojana'

યોજના / ‘પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના’નો લાભ લેવા માટે, કોમન સર્વિસ સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન થઈ શકે છે

Registration can be done by visiting the Common Service Center to avail the 'Pradhan mantri Kisan Mandhan Yojana'

  • આ યોજના અંતર્ગત 15 ઓગસ્ટ સુધી 2 કરોડ નાના અને સીમાંત ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે 
  • 60 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા ખેડૂતોને માસિક 3 હાજર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે

Divyabhaskar.com

Aug 13, 2019, 02:39 PM IST

યુટિલિટી ડેસ્ક: ખેડૂતોને પેન્શન યોજના સાથે જોડવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરી છે. તે અંતર્ગત વાર્ષિક 60 લાખ સુધીની આવક ધરાવતાં ખેડૂતોને માસિક 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. આ યોજના અંતર્ગત 15 ઓગસ્ટ સુધી 2 કરોડ નાના અને સીમાંત ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જો તમે આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવાની લાયકાત ધરાવો છો તો તમે કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને તેનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

શું છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
આ યોજનાની શરૂઆત 9 ઓગસ્ટે થઇ હતી. તે અંતર્ગત વાર્ષિક 60 લાખ સુધીની આવક ધરાવતા ખેડૂતોને માસિક 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. ખેડૂતનું મૃત્યુ થાય તો આ યોજના અંતર્ગત તેની પત્નીને માસિક 1500 રૂપિયાનું પેનશન આપવામાં આવશે.

કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવશો?
આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા સરળ છે. જે ખેડૂત આ યોજનાનો લાભ લેવા માગે છે તેણે પોતાનું આધાર કાર્ડ અને બેન્કની પાસબુક લઈને નજીકના કોમન સર્વિસ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

કોમન સર્વિસ સેન્ટરનું સંચાલન કરતા અધિકારી ખેડૂતની જાણકારી લઈને ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરશે. યોજનાની માન્યતા માટેની પ્રક્રિયા પૂરી થયા બાદ રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને સૂચના આપવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોનું પેન્શન કાર્ડ યુનિક પેન્શન અકાઉન્ટ નંબર સાથે જનરેટ થઇ જશે.

ફાયદો
વર્ષ 2019-20નાં બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી ખેડુતોને માસિક 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામા આવશે.

આ યોજના હેઠળ દેશભરમાં 2 હેક્ટર સુધીનું ખેતર ધરાવતા તમામ નાના અને સીમાંત ખેડૂતોને પેન્શન મળશે. 18થી 40 વર્ષ સુધીની ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં ખેડૂતોની ઉંમર પ્રમાણે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનો માસિક હપતો ભરવાનો રહેશે. હપ્તાની રકમ જેટલું જ યોગદાન સરકાર ઉમેરશે.

X
Registration can be done by visiting the Common Service Center to avail the 'Pradhan mantri Kisan Mandhan Yojana'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી