કોરોના સંકટમાં પડેલી આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે દેશના ગરીબ પરિવારોને એલપીજી સિલિન્ડર મફતમાં આપવાની યોજના ત્રણ મહિના માટે વધા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના- PMUY હેઠળ જેમણે ત્રીજું સિલિન્ડર ન લીધું હોય તેઓ સપ્ટેમ્બર સુધી તેને ફ્રીમાં લઈ શકે છે. એવામાં જો તમે ગરીબ કુટુંબમાંથી છો અને હજુ સુધી આ યોજનાનો લાભ નથી લીધો તો તમે તે માટે અરજી કરી શકો છો.
મહિલા ગેસ કનેક્શન માટે અરજી કરી શકે
ઉજ્જવલા યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ સરળ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ BPL પરિવારની મહિલા ગેસ કનેક્શન મેળવવા માટે અરજી કરી શકે છે. વ્યક્તિ જાતે જ આ યોજના સાથે સંકળાયેલ ઓફિશિયલ વેબસાઇટ pmujjwalayojana.com પર જઈને વિગતવાર માહિતી મેળવી શકે છે. 1 મે, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા PMUY શરૂ કરવામાં આવી હતી.
અપ્લાય કરવાની પ્રોસેસ
સરકાર દ્વારા સીધી રૂ. 1,600ની સબસિડી
જ્યારે તમે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન લો ત્યારે સ્ટોવ સાથેનો કુલ ખર્ચ 3,200 રૂપિયા છે. આમાં સરકાર દ્વારા સીધી રૂ. 1,600ની સબસિડી આપવામાં આવે છે અને ઓઇલ કંપનીઓ બાકીની રકમ 1,600 આપે છે. પરંતુ ગ્રાહકોએ EMI તરીકે ઓઇલ કંપનીઓને રૂ. 1,600 ચૂકવવા પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.