જે લોકો વધારે રૂપિયા રોકાણ કરી શકતા નથી તેમના માટે રિકરિંગ ડિપોઝિટ (RD)એક જોરદાર સ્કીમ સાબિત થઈ શકે છે. આ સ્કીમમાં તમે મંથલી અમુક રૂપિયા ઈન્વેસ્ટ કરીને મોટું ફંડ તૈયાર કરી શકો છો. આ સ્કીમની સારી વાત એ છે કે તેમાં તમને નિશ્ચિત રીટર્ન મળે છે અને સાથે તમારા રૂપિયા પણ સુરક્ષિત રહે છે. જાણો હાલ કઈ બેંક RD પર કેટલું વ્યાજ આપી રહી છે..
RD શું છે?
રિકરિંગ ડિપોઝિટ કે RD વધારે બચત કરવામાં તમારી મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંક તરીકે કરી શકો છો. દર મહીને તમે સેલરી આવે ત્યારે એક નિશ્ચિત રકમ ભરતા રહો અને મેચ્યોર થવા પર તમારા હાથમાં એક મોટી રકમ આવશે. તેનો મેચ્યોરિટી પિરિયડ સામાન્ય રીતે 6 મહિનાથી 10 વર્ષ વચ્ચે રહે છે.
કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે?
બેંક | 1 વર્ષની RD પર વ્યાજ | 3 વર્ષની RD પર વ્યાજ | 5વર્ષની RD પર વ્યાજ |
ઈન્ડસઇન્ડ બેંક | 8.00 | 7.50 | 7.25 |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા | 7.00 | 6.20 | 6.20 |
બંધન બેંક | 6.75 | 6.75 | 6.50 |
બેંક ઓફ ઈન્ડિયા | 6.65 | 6.50 | 6.50 |
યસ બેંક | 6.50 | 6.75 | - |
પોસ્ટ ઓફિસ | 5.80 | 5.80 | 5.80 |
ICICI | 5.80 | 6.00 | 6.00 |
SBI | 5.50% | 5.70% | 5.70% |
પંજાબ નેશનલ બેંક | 5.20% | 5.30% | 5.30% |
રોકાણ કેટલા રૂપિયાથી શરુ કરી શકાય?
આ RD સ્કીમમાં તમે મિનિમમ 100 રૂપિયાનું રોકાણ પણ દર મહીને કરી શકો છો. તેનાથી વધારે 10નાં મલ્ટીપલમાં તમે કોઈ પણ રકમ જમા કરી શકો છો. મેક્સિમમ જમા રકમની કોઈ લિમિટ નથી.
RD અકાઉન્ટ ક્યાં ખોલાવવું?
RD એક પ્રકારની સ્મોલ સેવિંગ સ્કીમ છે. કોઈ પણ વ્યક્તિ તેનું અકાઉન્ટ કોઈ પણ બેંકમાં ચાલુ કરાવી શકે છે. દરેક પ્રાઈવેટ અને સરકારી બેંકમાં આ અકાઉન્ટ ખોલાવી શકાય છે.
RD પર મળતા વ્યાજ પર પણ ટેક્સ આપવો પડશે
રિકરિંગ ડિપોઝિટ (RD)થી થતા વ્યાજની આવક જો 40 હજાર રૂપિયા (સીનિયર સિટીઝનના કેસમાં 50 હજાર રૂપિયા) સુધી હોય તો તમારે કોઈ ટેક્સ આપવો નહીં પડે. તેનાથી વધારે આવક પર 10% TDS કાપવામાં આવશે. આ માટે સીનિયર સિટિઝનને બેંકમાં ફોર્મ 15H અને અન્ય લોકોને ફોર્મ 15G જમા કરાવવાનું હોય છે.
ફોર્મ 15H કે ફોર્મ 15G પોતે જાહેર કરેલું ફોર્મ છે, તેમાં તમે જણાવો છો કે તમારી આવક ટેક્સની સીમાથી બહાર છે. જે આ ફોર્મ ભરે છે તેને ટેક્સની સીમામાંથી બાકાત રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.