તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Recruitment Of UPPSC For 3620 Posts Of Medical Officer Can Be Applied Till June 25

સરકારી નોકરી:મેડિકલ ઓફિસરના 3620 પદો માટે UPPSCની ભરતી, 25 જૂન સુધી અરજી કરી શકાશે

3 મહિનો પહેલા
  • ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે
  • 40 વર્ષ સુધીના ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે

UPPSC (ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન)એ મેડિકલ ઓફિસરના 3 હજારથી વધુ પદો પર ભરતીની જાહેરાત કરી છે. નોટિફિકેશન પ્રમાણે, ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 25 જૂન સુધી અરજી કરી શકશે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી 3620 પદો પર નિયુક્તિ કરાશે. આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

પદોની સંખ્યા: 3620

પદસંખ્યા
ગાયનોકોલોજીસ્ટ590
એનેસ્થેટિસ્ટ590
પીડિયાટ્રિશિયન600
રેડિયોલોજીસ્ટ75
પેથોલોજીસ્ટ75
જનરલ સર્જન590
જનરલ ફિઝિશિયન590
ઑપ્થેલ્મોલોજીસ્ટ75
ઓર્થોપેડિશિયન75
ENT સ્પેશ્યાલિસ્ટ75
ડર્મેટોલોજીસ્ટ75
સાઈક્યાટ્રિસ્ટ75
માઈક્રોબાયાલોજીસ્ટ30
ફોરેન્સિક સ્પેશ્યાલિસ્ટ75

પબ્લિક હેલ્થ સ્પેશ્યાલિસ્ટ

30

યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારે સંબંધિત ફીલ્ડમાં ડિગ્રી અથવા ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ. યોગ્યતા સંબંધિત વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
અરજી કરનારા ઉમેદવારની ન્યૂનતમ ઉંમમર 21 અને અધિકતમ ઉંમર 40 વર્ષની હોવી જોઈએ. વય મર્યાદામાં રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. તેના માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

એપ્લિકેશન ફી
જનરલ અને OBC- 150 રૂપિયા
SC અને ST-65 રૂપિયા
દિવ્યાંગ -25 રૂપિયા

સિલેક્શન પ્રોસેસ

અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 28 મે
અરજી કરવાની છેલ્લી તારીખ: 25 જૂન
ફી જમા કરાવાની છેલ્લી તારીખ: 25 જૂન

આ રીતે અરજી કરો
મેડિકલ ઓફિસરના પદો માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ uppsc.up.nic.inનાં માધ્મયથી ઓનલાઈન અરજી કરી શકે છે.