ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે પાવર સેક્ટરમાં વેસ્ટર્ન ભાગમાં વેલ્ડરની ખાલી જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત (સં એફટીએ 01/2022) મુજબ વેલ્ડરની 75 જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ જગ્યાઓ પર ભરતી નિશ્ચિત સમયગાળાના આધારે કરવાની હોય છે. આ સમયગાળો 12 મહિનાનો રહેશે. જે ઉમેદવારોએ અરજી કરવા ઈચ્છે છે તે સત્તાવાર કારકિર્દી પોર્ટલ careers.bhel.in પર આપવામાં આવેલા ઓનલાઇન અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકે છે.
યોગ્યતા
માન્યતા પ્રાપ્ત સંસ્થા પાસેથી સંબંધિત ટ્રેડમાં ITI અથવા NTC એટલે કે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ મેળવનારા ઉમેદવારો જ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત ઉમેદવારોને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય-મર્યાદા
26 એપ્રિલ, 2022ના રોજ ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી કૌશલ્ય પરીક્ષણના આધારે કરવામાં આવશે. કૌશલ્ય પરીક્ષણ માટે ખાલી જગ્યાઓની સંખ્યાના ત્રણ ગણા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ ઉમેદવારોની પસંદગી તેમના ક્વોલિફાઇંગ પરીક્ષાના ગુણના આધારે કરવામાં આવશે. મેરિટ લિસ્ટ મુજબના ઉમેદવારોને કૌશલ્ય પરીક્ષણ માટે બોલાવવામાં આવશે.
આવી રીતે કરો અરજી
ઉમેદવારોએ આ વાત ખાસ ધ્યાનમાં લેવી કે, BHEL WELDER RECRUITMENT-2022 માટે ઓનલાઇન અરજી કર્યા પછી તેમણે 13 મે, 2022 સુધીમાં 200 રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે તેમના દસ્તાવેજો અને અરજી ફીની પ્રિન્ટ-આઉટ સબમિટ કરવાની રહેશે. જો કે, દૂરના વિસ્તારોના ઉમેદવારો માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 15 મે, 2022 રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.