• Gujarati News
  • Utility
  • Recruitment For 34 Posts Of Apprentice In DRDO, The Last Date Of Application For The Candidates Is December 10

સરકારી નોકરી:સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સમાં કામ કરવાની ઉત્તમ તક, ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ 10 ડિસેમ્બર પહેલાં અપ્લાય કરો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સે એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી જાહેર કરી છે. આ માટે કુલ 34 કેન્ડિડેટ્સની પસંદગી કરવામાં કરવામાં આવશે. જે ઉમેદવાર ઓનલાઇન અપ્લાય કરવા ઈચ્છે છે, તેઓ DRDOની ઓફિશિયલ વેબસાઈટ drdo.gov.inના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર, 2021 છે.

જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ટ્રેનીની પોસ્ટ પર 33 અને ટેક્નિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસશિપ ટ્રેનીની 1 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા પર અરજી કરનારે એજ્યુકેશન ક્વોલિફિકેશન જાણવા ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરવા પોર્ટલની વિઝિટ કરવી.

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષામાં મેળવેલા માર્ક્સને આધારે કરવામાં આવશે. ભરતી સાથે જોડાયેલી જાણકારી માટે DRDOની વેબસાઈટ ચેક કરો.

ઓફિશિયલ વેબસાઈટ જોવા અહીં ક્લિક કરો.