ભરતી / IOCLમાં વિવિધ પદો માટે 22 જગ્યાઓ પર ભરતી, 23 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

Recruitment for 22 posts for various positions in IOCL can be applied online till 23rd September

  • ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં કુલ 22 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે
  • મિકેનિકલ અસિસ્ટન્ટ એન્જિનિઅર પદ માટે ઉમેદવારે મિકેનિકલ અથવા ઓટોમોબાઇલ ફિલ્ડમાં ડિપ્લોમા કરેલું હોવું આવશ્યક

Divyabhaskar.com

Sep 10, 2019, 01:13 PM IST

યુટિલિટી ડેસ્કઃ IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ)એ વિવિધ પદો માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી પાઈપલાઈન ડિવિઝનમાં કરવામાં આવશે, જેમાં જુનિયર ઓફિસ અસ્ટિસ્ટન્ટ, અસિસ્ટન્ટ એન્જિનિઅર્સ, ટેક્નિકલ અટેન્ડન્ટ સહિત વિવિધ પદો માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત સહિત રાજસ્થાન, આંધ્રપ્રદેશ, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઉત્તરાખંડ જેવાં રાજ્યોમાં પોસ્ટિંગ કરવામાં આવશે.

યોગ્યતા
જુનિયર ઓફિસ અસ્ટિસ્ટન્ટનાં પદ માટે ઇચ્છુક ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મિનિમમ 55% સાથે બેચલર ડિગ્રી હાંસલ કરેલી હોવી જોઈએ.
ટેક્નિકલ અટેન્ડન્ટના પદ માટે ઇચ્છુક ઉમેદવારે મેટ્રિક પાસ કરેલું હોવું જોઈએ સાથે જ યોગ્ય વિષયમાં ITI કરેલું હોવું જોઈએ.
મિકેનિકલ અસિસ્ટન્ટ એન્જિનિઅર પદ માટે ઉમેદવારે મિકેનિકલ અથવા ઓટોમોબાઇલ ફિલ્ડમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

પે સ્કેલ
મિકેનિકલ અસિસ્ટન્ટ એન્જિનિઅર, ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ એન્જિનિઅર, જુનિયર ઓફિસ અસ્ટિસ્ટન્ટ અને T&I અસિસ્ટન્ટ એન્જિનિઅરના પદ પર નિયુક્ત થયેલા ઉમેદવારોને રૂ. 11,900થી 32,000 પ્રતિ માસ પગાર આપવામાં આવશે
ટેક્નિકલ અટેન્ડન્ટની પદ પર નિયુક્ત થયેલા ઉમેદવારોને પ્રતિ માસ 10,500થી 24,500 રૂપિયા ચૂકવવામાં આવશે.

કેવી રીતે કરશો અરજી?
ઇચ્છુક ઉમેદવારો IOCLની ઓફિશિયલ વેબસાઈટ https://www.iocl.com/PeopleCareers/job.aspx પર જઈને Recruitment of Non-executives in Pipelines Division પર ક્લિક કરીને અરજી કરી શકશે. આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: https://www.iocl.com/download/Notification_Recruitment_PL_Div_29.08.2019.pdf

ગુજરાતમાં પોસ્ટિંગ

પોસ્ટનું નામ જગ્યા
ટેક્નિકલ અટેન્ડન્ટ 03
મિકેનિકલ અસિસ્ટન્ટ એન્જિનિઅર 01

X
Recruitment for 22 posts for various positions in IOCL can be applied online till 23rd September
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી