• Gujarati News
  • Utility
  • Recruitment For 167 Posts In Vikram Sarabhai Space Center, 8 October 2021 For BE Or B Tech Candidates Is The Last Date Of Application

સરકારી નોકરી:વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં B.E/B.Tech કેન્ડિડેટ્સ માટે ભરતી જાહેર, 167 જગ્યા માટે 8 ઓક્ટોબર પહેલાં કરો અપ્લાય

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે, ઉમેદવાર B.E/B.Tech કે હોટેલ મેનેજમેન્ટમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ હોવા જોઈએ

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર(VSSC)એ B.E/B.Tech કે હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ભરતી જાહેર કરી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવમાં કુલ 167 વેકેન્સી છે. ઇચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની વેબસાઈટ https://www.vssc.gov.in પર જઈને ઓનલાઇન અપ્લાય કરી શકે છે. નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે, ઉમેદવાર B.E/B.Tech કે હોટેલ મેનેજમેન્ટમાં ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ હોવા જોઈએ.

જગ્યાની સંખ્યા

  • એરોનૉટિકલ/એરોસ્પેસ: 15 જગ્યા
  • કેમિકલ એન્જિનિયરિંગ: 10 જગ્યા
  • સિવિલ એન્જિનિયરિંગ: 12 જગ્યા
  • કમ્પ્યુટર સાયન્સ: 20 જગ્યા
  • ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ: 12 જગ્યા
  • ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ: 40 જગ્યા
  • મેકેનિકલ એન્જિનિયરિંગ: 40 જગ્યા
  • મેટાલર્જી: 6 જગ્યા
  • પ્રોડક્શન એન્જિનિયરિંગ: 6 જગ્યા
  • ફાયર એન્ડ સેફ્ટી એન્જિનિયરિંગ: 2 જગ્યા
  • મેનેજમેન્ટ/કેટરિંગ ટેક્નોલોજી: 4 જગ્યા

લાયકાત

  • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: ફર્સ્ટ ક્લાસ B.E/B.Tech 3 કે ચાર વર્ષના કોર્સમાં ઓછામાં ઓછા 65% મેળવેલા હોવા જોઈએ.
  • મેનેજમેન્ટ/કેટરિંગ ટેક્નોલોજી: હોટેલ મેનેજમેન્ટમાં 60% માર્ક્સ સાથે ફર્સ્ટ ક્લાસ ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. OBC માટે 33 વર્ષ, SC અને ST માટે 35 વર્ષ અને દિવ્યાંગ કેન્ડિડેટ્સ માટે 40 વર્ષ ઉંમર નક્કી કરી છે.

નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો