• Gujarati News
  • Utility
  • Recruitment For 1382 Posts In Gujarat Police, Graduate Candidates Can Apply Till 27 October 2021

સરકારી નોકરી:ગુજરાત પોલીસે 1382 પદો માટે નોટિફિકેશન બહાર પાડ્યું, ગ્રેજ્યુએટ ઉમેદવારો 27 ઓક્ટોબર 2021 સુધી અરજી કરી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પોલીસે પોલીસ સબ ઈન્સ્પેક્ટર, આર્મ્ડ સબ ઈન્સ્પેક્ટર અને ઇન્ટેલિજન્સ ઓફિસરના પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા ફરીથી શરૂ કરી દીધી છે. તેના માટે ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને 27 ઓક્ટોબર સુધી અરજી કરી શકાય છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર, આર્મ્ડ સબ ઈન્સ્પેક્ટર અને ઇન્ટેલિજન્સ ઓફિસરના પદો પર કુલ 1382 વેકેન્સી છે. તેના માટે પુરુષ અને મહિલા બંને અરજી કરી શકે છે.

લાયકાત- ઉમેદવારોની પાસે ગ્રેજ્યુએશની ડિગ્રી હોવી જોઈએ.

વય મર્યાદા- 21થી 35 વર્ષ

વેકેન્સી ડિટેલ

પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પુરુષ)- 202

પોલીસ સબ ઈન્સ્પેક્ટર (મહિલા)-98

આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પુરુષ)- 72

ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ)-09

ASI(પુરુષ)- 659

ASI (મહિલા)- 324

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારોનું સિલેક્શન ફિઝિકલ ટેસ્ટ, પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા દ્વારા થશે.
ભરતીનું નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.