રક્ષાબંધનનો તહેવાર આજે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેના બદલામાં ભાઈ પોતાની બહેનને હંમેશાં તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ખાસ પ્રસંગે બહેનને ગિફ્ટ આપવાની પરંપરા છે. જો તમે બહેનને કોઈ એવી ગિફ્ટ આપવા માગો છો જે તમારા બજેટમાં પણ હોય અને તેના કામમાં પણ આવે તો તમે તેના મોબાઈલમાં આખા વર્ષ માટે રિચાર્જ કરાવી શકો છો. તેનાથી તેને વારંવાર રિચાર્જ માટે હેરાન નહીં થવું પડે.
જિયો, Vi (આઈડિયા-વોડાફોન) અને એરટલની પાસે 365 દિવસની વેલિટિડીવાળા ઘણા રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને ફ્રી SMS જેવી ઘણી સુવિધાઓ મળે છે. અમે તમને આ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.
એરટેલના પ્લાન
1,498 રૂપિયાનો પ્લાન
આ પ્લાન ડેટાનો ઓછો ઉપયોગ કરો છો તો એકદમ યોગ્ય રહેશે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે 24GB ડેટા (આખા વર્ષ માટે) મળે છે. તે ઉપરાંત ગ્રાહકોને દરરોજ 3600 SMS પણ મળે છે. તે ઉપરાંત તેમાં એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિટિડીની સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે.
2,498 રૂપિયાનો પ્લાન
365 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 2GB ડેટા મળે છે. આ રીતે ગ્રાહકોને કુલ 730GB ડેટા મળી જાય છે. તે ઉપરાંત ગ્રાહકોને દરરોજ 100 SMS પણ મળે છે. તે ઉપરાંત તેમાં એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિટિડીની સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે.
2,698 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. તે સિવાય, જિયોના પેકની જેમ જ 100 SMS દરરોજ અને ડિઝ્ની+હોટસ્ટારનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવે છે. તેમાં ડિઝ્ની+હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિડિટીની સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે.
જિયો પ્લાન
2,397 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટીની સાથે કુલ 365GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ તમને અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS મળે છે. તેમાં My Jio, JioCinema અને JioTV સહિત અન્ય એપ્સનું એક્સેસ ફ્રી મળશે.
2,399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે એટલે કે કુલ 730GB ડેટા મળશે. આ પ્લાનની માન્યતા 365 દિવસની છે. તેમાં જિયો ટૂ જિયો સિવાય અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. દરરોજ 100 SMSની સુવિધા ઉપરાંત My Jio, JioCinema અને JioTV સહિત અન્ય એપ્સનું એક્સેસ ફ્રી મળશે.
2,599 રૂપિયાનો પ્લાન
આ પેકમાં દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવે છે. તે સિવાય 10GB વધારાનો ડેટા પણ આ પેકમાં મળે છે. જિયો-ટૂ-જિયો અનલિમિટેડ અને જિયોથી બીજા નેટવર્ક પર કોલ માટે 12 હજાર મિનિટ મળે છે. તે સિવાય દરરોજ 100 SMS પણ ફ્રી મળશે. તે ઉપરાંત જિયો એપ્સ અને ડિઝ્ની+હોટસ્ટાક VIPની એક વર્ષની મેમ્બરશિપ પણ આ રિચાર્જમાં ફ્રી છે.
3,499 રૂપિયાનો પ્લાન
365 દિવસની આ વેલિડિટીની સાથે આવતા આ પ્લાનમાં કંપની દરરોજ 3GBના હિસાબથી ટોટલ 1095GB ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. પ્લાનમાં મળતા એડિશનલ બેનિફિટ્સમાં જિયો ટીવી અને જિયો સિનેમા અને અન્ય એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
Vi પ્લાન
1,499 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યુઝરને અનલિમિટેડ કોલિંગની સાથે આખા વર્ષ માટે 24GB ડેટા મળે છે. તેમાં તમને આખા વર્ષ માટે કુલ 3600 SMSની સુવિધા પણ મળે છે. તેમાં Vi મૂવી એન્ડ ટીવીનું 1 વર્ષનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે.
2,399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 1.5GB ડેટા અને ડેઈલી 100 SMS મળે છે. તેમાં Vi મૂવી એન્ડ ટીવીનું 1 વર્ષનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે.
2,595 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવે છે. તે સિવાય અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 SMS દરરોજ ફ્રી મળે છે. વોડાફોન આઈડિયા ગ્રાહકોને આ પ્લાનની સાથે ડિઝ્ની+હોટસ્ટાર VIP અને Vi મૂવી એન્ડ ટીવીનું પણ 1 વર્ષનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.