સુવિધા / મોબાઇલનું સિમ કાર્ડ કોના નામ પર રજિસ્ટર્ડ છે તે એપ્લિકેશનની મદદથી જાણી શકાશે

Real owner of mobile SIM card can be known by the application

Divyabhaskar.com

Jun 22, 2019, 01:32 PM IST

યુટિલિટી ડેસ્કઃ આજકાલ સિમ કાર્ડ લેવા માટે નકલી આઈડી કાર્ડ આપવાનું ચલણ બહુ વધી ગયું છે. ઘણીવાર આપણને પણ એ ખબર નથી હોતી કે આપણે જે સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છીએ એ કોના નામ પર રજિસ્ટર્ડ છે. પણ હવે આ એક ટ્રિકથી જાણી શકાશે. તમે 'એરટેલ'ની એપ્લિકેશનની મદદથી જાણી શકો છો કે તમારું સિમ કાર્ડ કોના નામથી રજિસ્ટર્ડ છે. તમારી પાસે જે ટેલિકોમ કંપનીનો નંબર છે તેની પર આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. દરેક મોબાઇલમાં પ્રક્રિયા એકસમાન જ રહે છે.


આ છે પ્રોસેસ

  • સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જઇને એરટેલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યાં પછી કેટલીક વસ્તુઓ એક્સેસ કરવાની પરમિશન માગવામાં આવશે. તેને Allow કરી દો.
  • હવે તમારે અહીં આપેલી કોલમમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. આ નંબર પર એક OTP (વન ટાઇમ પાસવર્ડ) મોકલવામાં આવશે. એ OTPને એપ્લિકેશનમાં નાખીને રજિસ્ટર થવાની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • હવે તમારું અકાઉન્ટ ખૂલી જશે. તમારી એપ પર સૌથી ઉપરની એક નામ દેખાશે, જે આ સિમના સાચા માલિકનું હશે. જો એ નામ તમારું હોય તો વાંધો નહીં પણ જો એ નામ તમારું નથી તો તેનો અર્થ એ છે કે તમારું સિમ કોઈ બીજાના નામ પર રજિસ્ટર્ડ છે.
  • જો એપ્લિકેશન પર તમારા બદલે કોઈ બીજાનું નામ જોવા મળે તો જે કંપનીનું સિમ કાર્ડ હોય એ કંપનીના ટોલ ફ્રી નંબર પર વાત કરો. તેમના દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો અને તમારા મોબાઇલ નંબરને આધાર સાથે રજિસ્ટર કરો.
X
Real owner of mobile SIM card can be known by the application
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી