• Gujarati News
  • Utility
  • RCRB General Manager, Deputy Manager & Other Recruitment 2021: 503 Vacancies For General Manager, Deputy Manager & Other Posts, Rajasthan Cooperative Recruitment Board Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:રાજસ્થાન કો-ઓપરેટિવ રિક્રૂટમેન્ટ બોર્ડે જનરલ મેનેજર સહિત 503 જગ્યા માટે ભરતી જાહેર કરી, 25 જૂન સુધી ઓનલાઈન અપ્લાય કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 8, 10 અને 12 પાસ હોવા જોઈએ
  • કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 21 વર્ષ અને મેક્સિમમ ઉંમર 40 વર્ષ નક્કી કરી છે

રાજસ્થાન કો-ઓપરેટિવ રિક્રૂટમેન્ટ બોર્ડ (RCRB)એ જનરલ મેનેજર, ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 503 જગ્યા પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 11 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 25 જૂન સુધીમાં બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર rajcrb.rajasthan.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ ધોરણ 8, 10 અને 12 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત ITI, ડીપ્લોમા, ડિગ્રી હોલ્ડર પણ આ જગ્યા માટે અપ્લાય કરી શકે છે.

ઉંમર
કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 21 વર્ષ અને મેક્સિમમ ઉંમર 40 વર્ષ નક્કી કરી છે. રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ્સની ઉંમરમાં નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ, OBC: 1200 રૂપિયા
SC અને ST: 600 રૂપિયા

મહત્ત્વની તારીખો:
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 11 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 25 જૂન

આ રીતે અપ્લાય કરો:
આ જગ્યા માટે ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ રાજસ્થાન કો-ઓપરેટિવ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અરજી કર્યા પહેલાં નોટિફિકેશન ચોક્કસ વાંચી લો. તેમાં ભૂલ હશે તો રિજેક્ટ થઈ શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.