સુવિધા / RBIએ નવી સુવિધા શરૂ કરી, હવે બેઝિક ખાતાધારકોને પણ ચેકબુકની સુવિધા મળશે

RBI started the new facility, now even the basic account holders will get the checkbook facility

  • 1 જુલાઈ 2019થી RBIનો નવો નિયમ લાગુ થશે
  • સામાન્ય બચત ખાતામાં 1 હજારથી 5 હજારનું ન્યૂનતમ બેલેન્સ રાખવું જરૂરી છે
  • RBIએ BSBD ખાતાંના નિયમોમાં ઢીલ મૂકી, બેંકોને ગ્રાહકો સુધી સુવિધા પહોંચાડવાનો આદેશ
     

Divyabhaskar.com

Jun 11, 2019, 04:52 PM IST

યુટિલિટી ડેસ્કઃ રિઝર્વ બેંકે બેઝિક બચત અને જમા (BSBD) ખાતાં સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરતા ખાતાધારકોને અનેક સુવિધાઓ આપવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય બેંકે સોમવારના રોજ નવા નિયમો બહાર પાડીને કહ્યું કે બેઝિક ખાતાધારક પણ હવે ચેકબુક લઈ શકશે. આ ઉપરાંત, બેંક તેમને કોઈ મિનિમમ બેલેન્સ રાખવા માટે પણ બાંધી શકશે નહીં અને મહિનામાં ઓછામાં ઓછું ચાર વાર પૈસા ઉપાડવાની સુવિધા મળશે.


RBIએ તમામ બેંકોને આદેશ આપતાં કહ્યું કે નિયમોમાં છૂટનો લાભ ગ્રાહકો સુધી પહોંચે છે તેની ખાતરી આપવી પડશે. અત્યાર સુધી આ ખાતાધારકોને ચેકબુક જેવી વધારાની સુવિધા લેવા પર બચત ખાતું સામાન્ય ખાતાંમાં બદલાઈ જાય છે અને ગ્રાહકે મિનિમમ બેલેન્સ રાખવાની સાથે અન્ય પ્રકારના ચાર્જિસની પણ ચૂકવણી કરવી પડે છે.


RBIએ બેંકોને આપેલા આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે, આ ખાતાધારકોને હવે કેટલીક ચોક્કસ સુવિધાઓ મફત આપવી પડશે. આ સિવાય બેંકે હવે કોઈ ચાર્જ લીધા વગર ખાતાધારકોને ચેકબુક આપવી પડશે અને તેમને કોઈ મિનિમમ બેલેન્સ રાખવાનું ફરજિયાત કરવામાં નહીં આવે. આ ખાતાધારકોને મહિનામાં ચાર દિવસ કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર પૈસા ઉપાડવાની સુવિધા મળશે, જેમાં ATMમાંથી ઉપાડેલા પૈસા પણ સામેલ હશે. જો કે, પૈસા જમા કરાવવાની કોઈ મર્યાદા રાખવામાં નથી આવી.

X
RBI started the new facility, now even the basic account holders will get the checkbook facility
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી