• Gujarati News
  • Utility
  • RBI Sarkari Naukri | RBI Naukri Security Guard Posts Recruitment 2020: 241 Vacancies For Security Guard Posts, Reserve Bank Of India Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:RBIએ સિક્યોરિટી ગાર્ડના 241 પદો પર ભરતી માટે અરજી મગાવી, 12 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે 10 પાસ ઉમેદવાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સિક્યોરિટી ગાર્ડના 240 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો પર 10 પાસ ઉમેદવાર 12 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. RBI સિક્યોરિટી ગાર્ડના પદો પર ભરતી માટે ઉમેદવાર બેંકની ઓફિશિયલ વેબસાઈટ www.rbi.org.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ વેકેન્સી દેશના 18 શહેરો માટે છે.

યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા ઈન્સ્ટિટ્યુટથી 10 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ગ્રેજ્યુએટ અથવા તેનાથી વધુ ક્વોલિફિકેશનવાળા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.

મહત્ત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ22 જાન્યુઆરી, 2021
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ12 ફેબ્રુઆરી, 2021
ફી જમા કરવાની છેલ્લી તારીખ12 ફેબ્રુઆરી, 2021
ઓનલાઈન ભરતી પરીક્ષાફેબ્રુઆરી/માર્ચ, 2021

વય મર્યાદા
ઉમેદવારોની મિનિમમ ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. OBC કેટેગરીના ઉમેદવારો માટે 3 વર્ષ અને SC,ST કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

એપ્લિકેશન ફી

  • જનરલ/OBC/EWS-50 રૂપિયા
  • SC/ST- 50 રૂપિયા

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં રીઝનિંગ, જનરલ ઈંગ્લિશ અને ન્યૂમેરિકલ એબિલિટી સંબંધિત સવાલો પૂછવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...