તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • RBI Invites Applications For Recruitment For A Total Of 322 Posts Of Officer Grade B, Can Be Applied Online Till February 15

સરકારી નોકરી:RBIએ ઓફિસર ગ્રેડ Bના કુલ 322 પદો પર ભરતી માટે અરજી માગી, 15 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અપ્લાય કરી શકાશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચ (DEPR) અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટેસ્ટિક એન્ડ ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ (DSIM)ની સાથે સામાન્ય વિભાગોમાં ઓફિસર ગ્રેડ Bના કુલ 322 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશન જાહેર કરવાની સાથે આ પદો માટે એપ્લિકેશન પ્રોસેસ આજથી એટલે કે 28 જાન્યુઆરી 2021થી શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારો rbi.org.in દ્વારા 15 ફેબ્રુઆરી સુધી અપ્લાય કરી શકે છે.

પોસ્ટની સંખ્યા- 322

પોસ્ટસંખ્યા
ગ્રેડ B ઓફિસર (DR) - જનરલ PY 2021270
ડ B ઓફિસર (DR) DEPR - PY 202129
ગ્રેડ B ઓફિસર (DR) - DSIM -PY 202123

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોએ કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી ન્યૂનતમ 60 ટકાની સાથે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન પાસ થવું જરૂરી છે. તે ઉપરાંત ઓછામાં ઓછા 55 ટકાની સાથે પીજી ડિગ્રી હોવી જોઈએ. તેમજ SC/ST/અને PwD કેટેગરીના ઉમેદવારોએ 50 ટકાની સાથે પાસ થવું ફરજિયાત છે.

મહત્ત્વની તારીખો
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ- 28 જાન્યુઆરી
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ- 15 ફેબ્રુઆરી (રાતના 12 વાગ્યા સુધી)
Gr (DR)ની તારીખ - સામાન્ય અને DEPR /DSIM તબક્કો I - પેપર I પરીક્ષા- 06 માર્ચ
Gr (DR)ની તારીખ- DEPR/DSIM તબક્કો II - પેપરII અને પેપર III પરીક્ષા- 31 માર્ચ
DR B (DR)ની તારીખ-સામાન્ય તબક્કો II -પેપર I, II અને III પરીક્ષા- 01 માર્ચ

વયમર્યાદા
RBI ગ્રેડ બી ઓફિસરના પદો પર અપ્લાય કરવા માટે ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2021ના રોજ 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીને મહત્તમ વયમર્યાદામાંમાં સરકારના નિયમો પ્રમાણે છૂટ આપવામાં આવી છે.

એપ્લિકેશન ફી
SC / ST / PWD- 100 રૂપિયા
જનરલ / OBC / EWS- 850 રૂપિયા

અન્ય સમાચારો પણ છે...