RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ FD (ફિક્સ્ડ ડિપોઝિટ)ના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. તે અંતર્ગત હવે મેચ્યોરિટીની ડેટ પૂરી થયા બાદ જો તમે ક્લેમ ન કર્યો તો તમને ઓછું વ્યાજ મળશે. આ વ્યાજ સેવિંગ અકાઉન્ટ પર મળતાં વ્યાજ બરાબર હશે.
RBIએ સર્ક્યુલર જાહેર કર્યું
RBIએ એક સર્ક્યુલર જાહેર કરી કહ્યું છે કે, જો ફિક્સ્ડ ડિપોઝિટ મેચ્યોર થઈ જાય છે અને પૈસાની ચૂકવણી થતી નથી અથવા તેના પર દાવો કરવામાં આવતો નથી તો તેનાં પર વ્યાજ દર સેવિંગ અકાઉન્ટ પ્રમાણે અથવા મેચ્યોયર્ડ FD પર નિર્ધારિત વ્યાજ દર તેમાંથી જે પણ ઓછું હશે તે આપવામાં આવશે. આ નવો નિયમ વાણિજિક બેંક, સ્મોલ ફાઈનાન્શિયલ બેંક, સહકારી બેંક અને લોકલ બેંકમાં જમા પર લાગુ થશે.
ઉદાહરણથી નવો નિયમ સમજો
માની લો કો તમારી FD 10 જુલાઈએ મેચ્યોર થઈ રહી છે પરંતુ તમે તેના મેચ્યોર થઈ જવા પર પણ વિડ્રોલ કરતા નથી તો મૂળ રકમ પર તમને FDનું વ્યાજ નહિ મળે. તેના પર બેંક તમને સેવિંગ અકાઉન્ટ પર મળતાં વ્યાજની રકમ આપશે. જો સેવિંગ અકાઉન્ટ પર FD કરતાં વધારે વ્યાજ મળી રહ્યું હોય તો FDનું વ્યાજ મળશે. હવે તમારે FDનો સમયગાળો વધારવા માટે બેંકમાં જઈને ફોર્મ ભરવું પડશે.
પહેલાં શું નિયમ હતો?
પહેલાં જ્યારે તમારી FD મેચ્યોર થઈ જાય છે અને તમે પૈસા વિડ્રોલ કરતાં નથી અથવા તેને ક્લેમ કરતાં નથી તો બેંક તમારી FDની અવધિને આગળ વધારી દેતી હતી, પરંતુ હવે તે સંભવ નથી. હવે મેચ્યોરિટી પર પૈસા ન કાઢવા પર તેના પર FDનું વ્યાજ નહિ મળે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.