• Gujarati News
  • Utility
  • RBI Automatic Debit Payment New Rule; Without Your Permission Bank And Digital Payment Platform Can't Deduct Money

ફેરફાર:1 ઓક્ટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થશે, બેંક અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તમારી પરમિશન વગર પૈસા કટ નહીં કરી શકે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફેરફારનો હેતુ છેતરપિંડી અટકાવવાનો છે

1 ઓક્ટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. તેના અંતર્ગત બેંકો અને પેટીએમ-ફોન પે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સે હપ્તા અથવા બીલના પૈસા કટ કરતા પહેલા દર વખતે પરમિશન લેવી પડશે. તેમને પોતાની સિસ્ટમમાં એવા ફેરફાર કર્યા છે જેમાં એક વખત પરમિશન મળવા પર પૈસા દર વખતે આપોઆપ કપાઈ નહીં જાય.

ઓટો ડેબિટ સિસ્ટમ શું છે?
ઓટો ડેબિટનો અર્થ છે કે તમે મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં વીજળી, LIC અથવા અન્ય કોઈ ખર્ચને ઓટો ડેબિટ મોડમાં નાખો છો તો એક નિશ્ચિત તારીખે પૈસા ખાતામાંથી આપોઆપ કટ થઈ જશે.

આ સુવિધાનો લાભ લેવા માટે તમારો એક્ટિવ મોબાઈલ નંબર બેંકમાં અપડેટ હોવો જરૂરી છે. આવું એટલા માટે કેમ કે તમારા મોબાઈલ નંબર પર જ ઓટો ડેબિટ સાથે સંબંધિત નોટિફિકેશન SMS દ્વારા મોકલવામાં આવશે.

5 દિવસ પહેલા મેસેજ મોકલવામાં આવશે
નવી વ્યવસ્થા અંતર્ગત બેંકોને પેમેન્ટ ડ્યુ ડેટના 5 દિવસ પહેલા ગ્રાહકના મોબાઈલ પર એક નોટિફિકેશન મોકલવું પડશે. નોટિફિકેશન પર ગ્રાહકની મંજૂરી હોવી જોઈએ. 5000 કરતા વધારે પેમેન્ટ પર OTP સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે.

આ ફેરફારનો હેતુ છેતરપિંડી અટકાવવાનો છે
હંમેશાં લોકો પોતાના મોબાઈલ, પાણીનું બીલ અને વીજળી વગેરે બીલોને ઓટો પેમેન્ટ મોડોમાં નાખે છે. જેવી બીલ ભરવાની તારીખ આવે છે, તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ખાતામાંથી પૈસા આપોઆપ કટ થઈ જાય છે.

વર્તમાન વ્યવસ્થાના અનુસાર, ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ અથવા બેંક ગ્રાહક પાસેથી એક વખત પરમિશન લીધા બાદ દર મહિને કોઈપણ જાણકારી આપ્યા વગર ગ્રાહકના ખાતામાંથી કટ કરી લે છે. તેનાથી છેતરપિંડીની સંભાવના રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે જ આ ફેરફાર કરવામાં આવ્યો છે.