તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • RBI Announces Final Result Of Assistant Recruitment Exam, Can Be Checked On Official Website

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RBI આસિસ્ટન્ટ ભરતી 2019:RBIએ આસિસ્ટન્ટ ભરતી પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું, ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરી શકાશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ આસિસ્ટન્ટ ભરતી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. આ પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો પોતાનું રિઝલ્ટ બેંકની ઓફિશિયલ વેબસાઇટ rbi.org.in પર જઇને ચેક કરી શકે છે. RBIએ આસિસ્ટન્ટની મુખ્ય પરીક્ષા 22 નવેમ્બર, 2020ના રોજ લેવામાં આવી હતી. જ્યારે 14 અને 15 ફેબ્રુઆરી 2020ના રોજ આસિસ્ટન્ટ પ્રીલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી, જેનાં રિઝલ્ટ 17 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યાં હતાં.

926 પોસ્ટ પર નિમણૂક કરવામાં આવશે
આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ દ્વારા કુલ 926 આસિસ્ટન્ટ પોસ્ટની નિમણૂક કરવામાં આવશે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. RBIએ તાજેતરમાં જ જુનિયર એન્જિનિયર (સિવિલ) અને જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત કુલ 48 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ RBIની ઓફિશિયલ સાઇટ rbi.org.in પર જાઓ.
  • હોમ પેજ પર ઉપલબ્ધ રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
  • હવે વિવિધ ઓફિસ માટે સિલેક્ટેડ કેન્ડિડેટ્સનું લિસ્ટ ઉપલબ્ધ હશે.
  • તમારા ક્ષેત્રનાં લિસ્ટ પર ક્લિક કરો અને pdf તમારી સ્ક્રીન પર ખૂલી જશે.
  • તમારું રિઝલ્ટ ચેક કરો અને એક કોપી તમારા માટે ડાઉનલોડ કરી દો.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો