• Gujarati News
  • Utility
  • Ration Card Holder Will Be Able To Book Rations From 'Mera Ration' App, Know Its Benefits

સુવિધા:રાશનકાર્ડ હોલ્ડર ‘મેરા રાશન’ એપથી રાશન બુક કરાવી શકશે, જાણો તેના ફાયદા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાશન કાર્ડ ધારકો માટે ‘મેરા રાશન’ (Mera Ration) એપ લોન્ચ કરવામાં આવી
  • આ એપથી રાશન દુકાનોની સચોટ જાણકારી મળશે

હવે તમારે રાશન લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. તમે ઘરેબેઠા તમારા મોબાઈલ દ્વારા રાશન બુક કરાવી શકો છો. કેન્દ્ર સરકારની તરફથી રાશન કાર્ડ ધારકો માટે ‘મેરા રાશન’ (Mera Ration) એપ લોન્ચ કરવામાં આવી. આ એપની મદદથી તમારે રાશન મેળવવામાં સરળતા રહેશે. ‘મેરા રાશન’ એપ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વન નેશન વન રાશન કાર્ડ યોજનાનો ભાગ છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ તમે ઘરે બેઠા રાશન કેવી રીતે બુક કરાવી શકો છો.

‘મેરા રાશન’ એપ આ રીતે ડાઉનલોડ કરો

  • સૌથી પહેલા Google Play Store પર જવું
  • ત્યારબાદ સર્ચ બોક્સમાં Mera Ration app સર્ચ કરો.
  • Mera Ration એપને ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરો.
  • Mera Ration એપને ઓપન કરો.
  • તમારા રાશન કાર્ડની ડિટેલ દ્વારા રજિસ્ટ્રેશન કરો.

‘મેરા રાશન’ એપના ફાયદા-

  • પ્રવાસી લોકોને સૌથી વધારે ફાયદો થશે.
  • આ એપથી રાશન દુકાનોની સચોટ જાણકારી મળશે.
  • રાશન કાર્ડ હોલ્ડર્સ તેમના સૂચનો પણ શેર કરી શકે છે.
  • રાશન લેવા સંબંધિત તમામ જાણકારી મળશે.
  • કાર્ડ હોલ્ડર્સ મળતા અનાજની જાણકારી જાતે જ મેળવી શકશે.
  • તમામને સરળતાથી રાશન ઉપલબ્ધ થશે. ​​​​​​​

તમારી નજીકની દુકાનને પણ શોધી શકાશે
‘મેરા રાશન’એપની મદદથી યુઝર્સ ટેપ કરીને નજીકની વ્યાજબી ભાવની દુકાનને શોધી શકશો. તે સિવાય યુઝર્સ તેમની યોગ્યતા અને તાજેતરમાં કરેલા લેવડદેવડની માહિતી પણ જોઈ શકશે. આ સમયે આ એપ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં તે અન્ય 14 ભાષામાં ઉપલબ્ધ થશે. સૌથી મોટી વાત એ છે કે, આ એપથી એ જાણકારી પણ મળશે કે ક્યારે અને કઈ દુકાનમાંથી રાશન લીધું છે.