તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Rashtriya Kamadhenu Commission Postponed National Cow Science Examination, To Be Online On February 25

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટપોન:રાષ્ટ્રીય કામધેનુ આયોગે ‘નેશનલ કાઉ સાયન્સ’ પરીક્ષા સ્થગિત કરી, 25 ફેબ્રુઆરીએ ઓનલાઇન એક્ઝામ નહિ લેવાય

3 દિવસ પહેલા

રાષ્ટ્રીય કામધેનુ આયોગે 25 ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ કાઉ સાયન્સ એક્ઝામ મોકૂફ રાખી છે. આ સાથે જ આયોગે મોક ટેસ્ટ પણ કેન્સલ કરી છે. હવે પછી પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેના વિશે ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે. પરીક્ષા માટે દેશભરમાંથી 5 લાખથી વધારે કેન્ડિડેટ્સે રજિસ્ટ્રેશન કર્યું હતું.

25 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાવાની હતી
રાષ્ટ્રીય કામધેનુ આયોગે તેમની ઓફિશિયલ વેબસાઈટ પર આ વિશે જાણકારી આપતા કહ્યું કે, 25 ફેબ્રુઆરીએ ઓનલાઇન નક્કી કરેલી એક્ઝામ મોકૂફ રાખી છે. આ ઉપરાંત મોક ટેસ્ટ પણ સ્થગિત કરી છે. જો કે, આયોગે આ પરીક્ષાની નવી તારીખ હજુ જાહેર કરી નથી.

જાન્યુઆરી,2021ના રોજ પરીક્ષાની જાહેરાત થઇ હતી
દેશી ગાયો વિશે યુવાન વિદ્યાર્થીઓ અને દરેક નાગરિકમાં જાગૃતતા વધારવાના હેતુથી રાષ્ટ્રીય કામધેનુ આયોગે જાન્યુઆરી,2021માં પરીક્ષાની જાહેરાત કરી હતી. આયોગનું કહેવું હતું કે, તેનાથી ગાય વિશે દરેક ભારતીયોમાં જિજ્ઞાસા વધશે અને એવા સબ્જેક્ટ પર ચર્ચા થશે જેના વિશે કોઈએ વિચાર્યું નહિ હોય.

UGCએ યુનિવર્સિટીને અપીલ કરી
ગ્રાન્ટ હાલમાં જ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ દેશભરની દરેક યુનિવર્સિટીને અપીલ કરી હતી કે, તેઓ વિદ્યાર્થીઓને ગૌ-વિજ્ઞાન પ્રચાર-પ્રસાર પરીક્ષા 2021માં ભાગ લેવા માટે પ્રેરિત કરે, પણ હવે આ પરીક્ષા મોકૂફ રાખી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો