તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાઈક ટેક્સી સર્વિસ આપનારી કંપની રેપિડોએ દેશના 6 મુખ્ય શહેરોમાં પોતાની રેન્ટલ સર્વિસ શરૂ કરી છે. રેપિડો રેન્ટલ સર્વિસને બેંગલોર, દિલ્હી NCR,હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાત્તા અને જયપુરમાં લોન્ચ કરી છે. તેમાં બાઈકને 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક અને 6 કલાકના અલગ અલગ પેકેજ મળે છે. આ સર્વિસની ખાસ વાત એ છે કે સર્વિસ બુક કરાવા પર બાઈકની સાથે એક કેપ્ટન અર્થાત રેપિડો ડ્રાઈવર પણ સાથે મળશે. તમારા કહ્યા પ્રમાણે ડ્રાઈવર તમને વિવિધ જગ્યાએ લઈ જશે.
કંપનીએ કહ્યું કે આ સર્વિસને ખાસ એવા કસ્ટમર્સ માટે શરૂ કરવામાં આવી છે જેમણે કામ માટે દિવસમાં અલગ અલગ લોકેશન પર જવું પડે છે. તેથી આવા લોકોએ અન્ય સર્વિસ પર વારંવાર બુકિંગ કરવું પડે છે. આ સર્વિસથી આવી કોઈ મુશ્કેલી નહિ આવે અને તેઓ આખા દિવસનું બુકિંગ કરી શકશે. સાથે તેમને ડ્રાઈવર પણ મળશે.
મલ્ટિ સ્ટોપ સિંગલ બુકિંગની ડિમાન્ડ વધી
રેપિડોના કો ફાઉન્ડર અરવિંદ સંકાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં આ પ્રકારની ડિમાન્ડ ઘણી વધી છે. અમે નોટિસ કર્યું છે કે, મલ્ટિ સ્ટોપ, અફોર્ડેબલ અને સરળતાથી ઉપલબ્ધ હોય તેવી રાઈડની ડિમાન્ડ વધી છે. કોરાનાકાળમાં ડિમાન્ડમાં વેગ જોવા મળ્યો છે. આગામી દિવસમાં કંપનીનો પ્લાન દેશના 100 શહેરોમાં રેપિડો સર્વિસ ટેક્સી બાઈક સર્વિસ શરૂ કરવાની છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.