ટેન્શન ઓછું કરો:દરેક 3માંથી 1 યુવાન હાઈ બ્લડ પ્રેશરનો શિકાર, હાર્ટ ફેલ અને સ્ટ્રોકનું જોખમ વધ્યું, જાણો તેનાથી કેવી રીતે બચશો?

10 મહિનો પહેલાલેખક: ગૌરવ પાંડેય
 • કૉપી લિંક

સુપરસ્ટાર રજનીકાંત થોડા દિવસ પહેલાં અચાનક બીમાર થયા ગયા હતા. તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જો કે, હવે તેઓ એકદમ સ્વસ્થ છે અને ઘરે આવી ચૂક્યા છે. પરંતુ રજનીકાંતને અચાનક શું થયું? તેમને હોસ્પિટલમાં દાખલ કેમ કરવા પડ્યા?

હોસ્પિટલનાં જણાવ્યા પ્રમાણે, રજનીકાંતને 25 ડિસેમ્બરે હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન) અને થાકને લીધે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ડૉક્ટરે રજનીકાંતને દવાઓ, સારું ડાયટ, આરામ અને સ્ટ્રેસથી દૂર રહેવાનું કહ્યું છે.

કોઈ પણ વ્યક્તિને હાઈપરટેન્શન કેમ થાય છે? હાઈપરટેન્શન કઈ બલા છે? કોઈનું પણ બ્લડ પ્રેશર કેમ વધે છે? તેને કંટ્રોલ કેવી રીતે કરી શકાય? આ તમામ સવાલના જવાબ AIIMS, નવી દિલ્હીના DM કાર્ડિયોલોજી ડૉક્ટર સંજય કુમાર ચુધ પાસેથી જાણીએ...

હાઈપરટેન્શન એટલે શું?

 • જ્યારે તમારા શરીરમાં ધમનીઓની દીવાલો પર વિપરિત બ્લડ ફ્લો વધારે ફોર્સ સાથે થાય અથવા તો તમારું બ્લડ પ્રેશર લેવલ 140/90થી વધારે હોય તે સ્થિતિને હાઈપરટેન્શન કહેવાય છે. જ્યારે બ્લડ પ્રેશર 180/120ના લેવલને પાર કરી જાય ત્યારે તમે ડેન્જર ઝોનમાં જતા રહો છો. હાઈપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશરની મેડિકલ ટર્મ છે. તે સાઈલન્ટ કિલરના નામથી પણ ઓળખાય છે.
 • હાઈ બ્લડ પ્રેશરથી હૃદય અને ધમનીઓ પર વધારે સ્ટ્રેસ આવે છે તેને લીધે તમારું હૃદય અને બ્લડ વેસલ્સ નબળી અથવા ડેમેજ થઇ શકે છે. દર 10માંથી 3 ભારતીય હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. હાઈપરટેન્શન મૃત્યુ અને વિકલાંગતાનું ચોથું સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે. 2013થી 2030 દરમિયાન હાઈપરટેન્શનના કેસ 8% વધી શકે છે.
 • ભારતમાં આશરે 20 કરોડ વયસ્કોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે. મોટાભાગના લોકોને તો ખબર જ નથી કે શરીરમાં બ્લડ પ્રેશર કે નોર્મલ રેટ શું હોવો જોઈએ?

હાઈપરટેન્શનની સારવાર શું છે અને ડૉક્ટર તેને કેવી રીતે ડાયગ્નોસ કરે છે?

 • ડૉ. સંજય કુમારે કહ્યું કે, હાઈપરટેન્શનનો બચાવ અર્લી સ્ટેજમાં થઈ શકે છે. એ પછી તો રોજ દવા ખાવી જરૂરી બને છે. હાઈપરટેન્શનથી બચવા માટે આપણે નાનપણથી જ હેલ્ધી ડાયટ લેવું જોઈએ. મીઠું ઓછું ખાવું જોઈએ. નિયમિત કસરત અને યોગા કરવા જોઈએ. એકવાર હાઈપરટેન્શન થઇ જશે તો તેને કંટ્રોલ કરવું મુશ્કેલ બને છે.
 • દર્દી દવા અને લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવીને તેને કંટ્રોલ કરી શકે છે. આ ઉપરાંત અન્ય રિસ્ક ફેક્ટર જેમ કે ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ કોલેસ્ટેરોલ અને તમાકુના સેવનને પણ કંટ્રોલ કરવું પડે છે.
 • હાઈપરટેન્શન હોય તો સૌથી પહેલાં સ્મોકિંગ બંધ કરો, ડાયટ કંટ્રોલ કરો, દારૂ ના પીવો અને સ્થૂળતા ઓછી કરી મીઠું ઓછું ખાઓ, સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે આ વધી વસ્તુઓનું પહેલેથી ધ્યાન રાખીએ જેથી હાઈપરટેન્શનનું નામ જ ના સાંભળવું પડે.
 • જો તમારું બીપી 140થી વધારે છે તો હાઈ બ્લડ પ્રેશર છે. તેમાં દવા પીવાની સાથે પાપડ, ચાટ-મસાલા ખાવામાં પણ કંટ્રોલ રાખવો પડશે. તેનાથી બચવા રોજ વોકિંગ અને યોગ કરો. આ સાથે તમાકુ અને સ્મોકિંગ બંધ કરો. સ્થૂળ હોવ તો શુગર અને લિપીડ પ્રોફાઈલ ચેક કરતા રહો અને જો તે હાઈ હોય તો સારવાર કરાવો.
 • હાઈપરટેન્શનનું સૌથી મોટું કારણ મીઠું અને સ્ટ્રેસ છે. તે ઉપરાંત તે લોકોને પણ તેનું જોખમ છે, જેમની ફેમિલીમાં પહેલાથી જ કોઈને હાઈપરટેન્શન હોય છે. યોગ, મેડિટેશન, એક્સર્સાઈઝ અને દોડવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. પરંતુ હાઈપરટેન્શનના દર્દીઓએ ડૉક્ટરની સલાહથી એક્સર્સાઈઝ કરવી જોઈએ.
 • આજના સમયમાં આ સ્ટ્રેસ દરેક કોઈને છે. તેથી જરૂરિયાત એ વાતની છે કે આપણે વર્ક લાઈફ બેલેન્સ કરવાનું જાતે શીખીએ. પોતાના માટે સમય કાઢીએ. એ વાતને સમજીએ કે જો જીવતા રહીશું તો કામ કરી શકીશું. ઘડિયાળ પાછી નથી ફરતી, તેથી જે કરવાનું છે અત્યારે જ કરવાનું છે, આજથી જ કરવાનું છે.

કેવી રીતે જાણવું બ્લડ પ્રેશર વધી ગયું છે?

 • તેના માટે તમારે બીપી ચેક કરવું પડશે. મોટાભાગના લોકો લક્ષણો સમજી શકતા ન હોવાથી તેની અવગણના કરે છે. ઘણી વખત તો ડૉક્ટરોનું બ્લડ પ્રેશર વધેલું હોય છે, પરંતુ તેમને તેમની ખબર નથી પડતી.

સામાન્ય વ્યક્તિએ હાઈપરટેન્શનને કેવી રીતે ઓળખવું?

 • તેનો એકમાત્ર રસ્તો રેગ્યુલર ચેકઅપ છે. જો કોઈની ફેમિલીમાં હાઈપરટેન્શનના દર્દી છે તો 30ની ઉંમરથી જ ચેકઅપ કરાવવાનું શરૂ કરી દો. 40 વર્ષની ઉંમર બાદ વર્ષમાં 4 વખત ચેકઅપ જરૂરથી કરાવવું જોઈએ. તે ઉપરાંત જો માથામાં દુખાવો અને છાતીમાં દુખાવો થાય તો પણ ચેકઅપ કરાવવું. જો શ્વાસ ફૂલી જાય છે તો હૃદય અને હીમોગ્લોબિન પણ ચેક કરાવવું.

જો તમને નાની ઉંમરમાં હાઈપરટેન્શન થઈ રહ્યું છે તો તે કેટલું ચિંતાજનક છે?

 • ડૉક્ટર કહે છે કે, તે ઘણું જોખમી છે. યુવાનોમાં હાઈપરટેન્શન થવાનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ છે. કોમ્પિટિશન, રાઈવલરી, વધારે કામ, ગ્રોથની ભાગદોડ, દબાણ વગેરે વસ્તુઓના કારણે તણાવ થઈ રહ્યો છે.
 • તેની સાથે કોર્પોરેટ કલ્ચરમાં કામ કરતા યુવાનોની પાસે એક્સર્સાઈઝ માટે ટાઈમ નથી. વર્ક ફ્રોમ હોમ આવી ગયું, પરંતુ કામનો ટાઈમ વધારે વધી ગયો છે. આ વસ્તુઓને કારણે પોતાના માટે ટાઈમ નથી.
 • ઓફિસે વહેલા જવાને કારણે ઘણા લોકો ઘરનું ખાવાનું પણ નથી ખાઈ શકતા. બહારના ખાવામાં વધારે મીઠું અને તેલ હોય છે, જે વધારે જોખમી છે. વધારે પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ઠંડી વધવાથી પણ હાઈપરટેન્શનના કેસ વધી રહ્યા છે.
 • શિયાળામાં બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ અટેકનું જોખમ પણ વધે છે, તેથી ઠંડીમાં હેલ્ધી ડાયટ જરૂરથી લેવી અને એક્સર્સાઈઝ કરો. હાઈપરટેન્શનનું શહેરી કલ્ચર હવે શહેરોમાંથી કસ્બા અને ગામડા સુધી પહોંચી રહ્યું છે.

હાઈ બ્લડ પ્રેશરના લોકોને કામના તણાવથી દૂર રહેવું જોઈએ

 • એક સ્ટડીના અનુસાર, હાઈ બ્લડ પ્રેશરના લોકોએ કામના તણાવથી દૂર રહેવું જોઈએ કેમ કે તેનાથી હાઈપરટેન્શનનું જોખમ વધી જાય છે.
 • હાઈપરટેન્શનના લોકોમાં હૃદયની બીમારીથી મૃત્યુનું જોખમ ત્રણ ગણું વધી શકે છે. હાઈપરટેન્શન હૃદયની બીમારી, મેટાબોલિક સિંડ્રોમ, ડિમેન્શિયાનું પણ કારણ બની શકે છે.
 • દુનિયાના દર ત્રણમાંથી એક યુવાન હાઈ બ્લડ પ્રેશરનો શિકાર છે. તેના કારણે લોકો સ્ટ્રોક અને હાર્ટ અટેકની ઝપેટમાં આવે છે.

સામાન્યથી વધારે અને ઓછા બ્લડ પ્રેશરની સમસ્યા
તમારું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 120થી વધારે છે તો તે યોગ્ય નથી. તમારું 140 સિસ્ટોલિક બીપી આવે છે તો તેને પ્રી-હાઈપરટેન્શન કહેવામાં આવશે, 140થી વધારે બ્લડ પ્રેશર આવે છે, તો આ સ્થિતિ ગંભીર હોય છે, તેને હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 80થી ઓછું છે તો આ સ્થિતિ પણ યોગ્ય નથી. તેનો અર્થ એ થયો કે તમારું બ્લડ પ્રેશર ઓછું છે.