તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યાત્રીગણ કૃપા ધ્યાન આપે, તમારી મુસાફરી વધુ સુખદ અને આરામદાયક બનશે, કેમ કે, ભારતીય રેલવેના સ્લીપર કોચનું એડવાન્સ વર્ઝન આવવાનું છે. રેલવેએ AC-3 ઈકોનોમી ક્લાસ બનાવ્યો છે. તેના માટે લખનઉ સ્થિતિ રેલવેના રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)એ નવા કોચ તૈયાર કર્યા છે. તેનું પણ ટ્રાયલ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તે મુસાફરો માટે ઉપલબ્ધ થશે.
RDSOમાં કોચ ડિઝાઈન ટીમને લીડ કરનાર એડમિન આશીષ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, સસ્તી અને સારી ટ્રાવેલ રેલવેનો હેતું છે. તેથી અમે નવા કોચ બનાવી રહ્યા છીએ. આ કોચને તૈયાર કરવાની પરવાનગી રેલવે બોર્ડે ગત વર્ષે જ આપી હતી.
રેલવેનો હેતુ તેના દ્વારા વધારે મુસાફરો લઈને પૈસા કમાવવાનું છે. જો કે, તેનો લાભ મુસાફરોને જ થશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, AC-3 ઈકોનોમી ક્લાસનું ભાડું સ્લિપર કરતાં મોઘું અને AC-3 કરતાં સસ્તુ હશે.
શું છે AC-3 ઈકોનોમી ક્લાસ?
આ એક પ્રકારે સ્લિપર ક્લાસનું એડવાન્સ વર્ઝન હશે, જેમાં AC પણ હશે. AC-3 ઈકોનોમી કોચ સ્લિપરની તુલનામાં વધારે આરામદાયક અને સુવિધાઓથી સજ્જ હશે. તેની સાથે તેમાં 72ની જગ્યાએ 83 મુસાફરો બેસી શકશે.
NIDના રિસર્ચ પર આધારિત છે કોચની ડિઝાઈનિંગ
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID) અમદાવાદે દેશના લોકોની ટ્રાવેલિંગ હેબિટ પર રિસર્ચ કરીને પુસ્તક તૈયાર કર્યું છે. તેમાં મુસાફરી દરમિયાન લોકોની જરૂરિયાતોનો ઉલ્લેખ છે. આ રિસર્ચને ધ્યાનમાં રાખીને નવા કોચ ડિઝાઈન કરવામાં આવ્યા છે. કોચનું લેઆઉટ પહેલા કરતા ઘણું અલગ છે. તેનું ફિનિશિંગ પણ લક્ઝરી છે.
નવા AC-3 ઈકોનોમી ક્લાસમાં કેટલું ભાડું હશે?
જો કે, અત્યારે આ કોચ ટ્રાયલ ફેઝમાં છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, નવા AC-3 ઈકોનોમી ક્લાસનું ભાડું સ્લિપર કરતા વધારે અને AC-3 કરતાં ઓછું હશે. હકીકતમાં ભાડું નક્કી કરતી વખતે સૌથી પહેલા બેઝ ફેર નક્કી કરવામાં આવે છે. બેઝ ફેરનો અર્થ કોઈપણ ક્લાસમાં ટ્રાવેલ કરવા માટે ચૂકવવામાં આવતું ઓછામાં ઓછું ભાડું.
નવા AC-3 ઈકોનોમી ક્લાસમાં કેટલું ભાડું આપવું પડશે?
હાલ આ કોચ ટ્રાયલ ફેઝમાં છે, પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે નવા AC-3 ઈકોનોમી ક્લાસનું ભાડું સ્લીપર કરતાં વધારે અને AC-3 કરતાં ઓછું હશે. ભાડું નક્કી કરતાં પહેલાં સૌ પ્રથમ બેઝ ફેર નક્કી કરવામાં આવે છે. બેઝ ફેર અર્થાત કોઈ પણ ક્લાસમાં ટ્રાવેલ કરવા માટે ચૂકવાતી મિનિમમ રકમ.
હાલ સ્લીપરનો બેઝ ફેર 124 રૂપિયા છે અને AC-3નો બેઝ ફેર 440 રૂપિયા છે. આ જ આધારે એક્સપર્ટ કહી રહ્યા છે કે નવા AC-3 ઈકોનોમી ક્લસનો બેઝ ફેર 250થી 350 વચ્ચે હોઈ શકે છે. પરંતુ અંતિમ નિર્ણય રેલવે બોર્ડ જ કરશે.
ACની સુવિધા આપી રેલવે ભાડું કેવી રીતે ઓછું કરશે?
હવે સવાલ એ છે કે રેલવે AC-3 સાથે લક્ઝરી સુવિધા પણ કેવી રીતે આપશે. જો રેલવે કોઈ પણ ટ્રેન અથવા ક્લાસનું ભાડું ઓછું કરવા માગે તો તેના 2 રસ્તા છે જેમાં રેલવેનું નુક્સાન નહિ થાય.
1. પેસેન્જરની ક્ષમતા વધારીને- જો રેલવે કોઈ પણ કોચ અથવા ટ્રેનમાં મુસાફરોની ક્ષમતા વધારી દે, તો તેમની સંખ્યા વધવાથી તેને વધારે ભાડું મળી શકે છે. તેવામાં ભાડું ઓછું કરવાથી રેલવેને કોઈ નુક્સાન નહિ થાય.
2. સ્પીડ વધારીને- જો ટ્રેનની સ્પીડ વધારી દેવામાં આવે તો તે ઓછા સમયમાં અને ઓછા ઈંધણમાં વધારે અંતર કાપશે. તેમાં પણ રેલવેનું કોઈ નુક્સાન નથી ઉપરાંત તેમાં મુસાફરોને વધારે સુવિધા મળે છે.
અર્થાત નવા કોચમાં આ બંને વાત છે. તે હાઈ સ્પીડ અને વધારે યાત્રીકો સાથે સજ્જ છે. તેથી તેનું ભાડું AC-3થી ઓછું હશે.
નવો ક્લાસ મુસાફરો માટે ક્યારે ઉપલબ્ધ હશે?
નવા કોચ હાલ ટ્રાયલ મોડમાં છે. ટ્રાયલમાં પાસ થવા પર જ મુસાફરો માટે તે અવેલેબલ રહેશે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, નવા કોચને ટ્રાયલ પૂરા કરવામાં આશરે 2 મહિનાનો સમય લાગી શકે છે. મે સુધી તે મુસાફરો માટે ઉપલબ્ધ થઈ શકે છે.
રેલવેનું ટ્રાયલ કેવું હોય છે?
કોચનાં ટ્રાયલની પ્રક્રિયા ઘણી રોચક હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે અધિકારી કોઈ ટ્રેન અથવા કોચને પાસ અથવા ફેલ હોવાનું સર્ટિફિકેટ આપે છે તે રેલવેનો નહિ બલકે સિવિલ એવિએશન મંત્રાલયનો અધિકારી હોય છે. ગ્રાફિક્સના 11 પોઈન્ટમાં જાણો કોચનાં ટ્રાયલની પ્રક્રિયા કેવી રીતે થાય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.