તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Railway Recruitment Board Has Released The Schedule For The Fourth Phase Of NTPC Examination, Which Will Start From February 15.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RRB NTPC Exam:રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે NTPCના ચોથા તબક્કાની પરીક્ષાનું શિડ્યૂલ બહાર પાડ્યું, 15 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)એ NTPCના ચોથા તબક્કાની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જાહેર કરેલા શિડ્યૂલ મુજબ, ચોથા તબક્કાની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન રહેશે. બોર્ડે આ અંગેની માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર નોટિફિકેશન બહાર પાડીને આપી હતી. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે, ચોથા તબક્કાની આ પરીક્ષા લગભગ 15 લાખ ઉમેદવારો માટે લેવામાં આવશે.

ડિટેલ્ડ લિંક 5 ફેબ્રુઆરીએ એક્ટિવ થશે
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, RRB NTPC ફેઝ 4 ની પરીક્ષા 2021માં સામેલ થનારા ઉમેદવારો માટે એક્ઝામ સિટી, પરીક્ષા ડેટ, શિફ્ટ, ટાઇમિંગ જોવા અને SC/ST ઉમેદવારો માટે ફ્રી ટ્રાવેલિંગ પાસ ડાઉનલોડ કરવાની લિંક તમામ RRB વેબસાઇટ્સ પર 5 ફેબ્રુઆરીથી સવારે 9 વાગ્યાથી એક્ટિવ થઈ ચૂકી છે. સંબંધિત ઉમેદવારો રિજનલ સાઇટ દ્વારા આ ડિટેલ્સ ચેક કરી શકે છે.

11 ફેબ્રુઆરીએ એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે
પરીક્ષા માટે એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખના 4 દિવસ પહેલાં 11 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે. એડમિટ કાર્ડ રેલવેની રિજન્લ વેબસાઇટ પર આપવામાં આવશે, જેને ઉમેદવારો તેમના રજિસ્ટ્રેશન નંબરની મદદથી ડાઉનલોડ કરી શકશે. જે ઉમેદવારોની પરીક્ષા આ તબક્કામાં છે તેમને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઇ-મેલ પર માહિતી મોકલવામાં આવશે. બાકીના ઉમેદવારો માટેની પરીક્ષાઓ આગામી તબક્કામાં લેવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો