• Gujarati News
  • Utility
  • Railway Recruitment Board Has Issued Admit Cards For Ministerial And Isolated Post Recruitment Examination, Which Can Be Downloaded From The Official Website.

RRB પરીક્ષા:રેલવે રિક્રુટમેન્ટ બોર્ડે મિનિસ્ટ્રિયલ અને આઇસોલેટેડ પોસ્ટની ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યાં, ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે

એક વર્ષ પહેલા

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)એ મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ પોસ્ટની ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડી દીધાં છે. પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનારા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર જઇને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. લાંબા સમયથી અટકેલી આ ભરતી પરીક્ષા 15 ડિસેમ્બરથી શરૂ થશે, જે 18 ડિસેમ્બર સુધી ચાલશે. કુલ 1.03 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે. આ પરીક્ષાના માધ્યમથી કુલ 1,663 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે
પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. શિફ્ટ-1ની પરીક્ષા સવારે 10:30 કલાકે શરૂ થશે, જેના માટે ઉમેદવારોએ સવારે 9 વાગ્યે રિપોર્ટ કરવો પડશે. પરીક્ષાનો સમયગાળો 90 મિનિટનો રહેશે. જો કે, PWD ઉમેદવારોને 30 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. તેમજ, શિફ્ટ-2 પરીક્ષા બપોરે 3 વાગ્યે શરૂ થશે, જેના માટે ઉમેદવારોએ બપોરે 1:30 વાગ્યે રિપોર્ટ કરવો પડશે.

​​​​​​​

RRBએ પરીક્ષાનું શિડ્યૂલ બહાર પાડ્યું

અગાઉ, એક્ઝામ સિટી, તારીખ, શિફ્ટ અને મોક ટેસ્ટ માટે 5 ડિસેમ્બરે જ લિંક એક્ટિવ કરવામાં આવી હતી. ઉમેદવારો તેને 18 ડિસેમ્બર સુધી ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ચેક કરી શકે છે. તેમજ, ગયા અઠવાડિયે RRBએ પરીક્ષાઓનું શિડ્યૂલ બહાર પાડ્યું હતું. જાહેર કરેલા શિડ્યૂલ મુજબ, NTPCની ભરતી પરીક્ષા 28 ડિસેમ્બરથી માર્ચ 2021 સુધી લેવામાં આવશે. જ્યારે ઈઈ લેવલ-1ની પરીક્ષા એપ્રિલ અને જૂનના પહેલા અઠવાડિયાં વચ્ચે લેવામાં આવશે.