તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Railway Recruitment Board Announces Schedule For Phase VII Examinations, 2.78 Lakh Candidates To Appear For Exams From July 23 To 31

RRB NTPC Exam:રેલવે ભરતી બોર્ડે સાતમા ફેઝની પરીક્ષાનું શેડ્યુલ જાહેર કર્યું, 2.78 લાખ કેન્ડિડેટ્સ માટે 23થી 31 જુલાઈ સુધી એક્ઝામ લેવાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખનાં 4 દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકાશે
  • ફ્રી ટ્રાવેલિંગ પાસ પરીક્ષાની તારીખને 10 દિવસ પહેલાં જાહેર કરવામાં આવશે

રેલવે ભરતી બોર્ડ (RRB)એ NTPC ભરતી માટે સાતમા ફેઝની પરીક્ષાનું શેડ્યુલ જાહેર કર્યું છે. બોર્ડ તરફથી જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે, RRB NTPC ફેઝ 7 માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા(CBT)23,24,26 અને 31 જુલાઈ 2021ના ર્પ્જ લેવામાં આવશે. ફેઝ 7ની પરીક્ષા આખા દેશમાં અલગ-અલગ ઝોનનાં 2.78 લાખ કેન્ડિડેટ્સ આપશે.

પરીક્ષાના ચાર દિવસ પહેલાં એડમિટ કાર્ડ મળશે
RRBએ નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી કે પરીક્ષામાં સામેલ થનારા 2.78 લાખ કેન્ડિડેટ્સ માટે એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખનાં 4 દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકાશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે કેન્ડિડેટ્સે પોતાના ઝોન મુજબ રેલવે ભરતી બોર્ડની વેબસાઈટ પર વિઝિટ કરવી.

આખા દેશમાં અલગ-અલગ ઝોનનાં 2.78 લાખ કેન્ડિડેટ્સ પરીક્ષા આપશે
આખા દેશમાં અલગ-અલગ ઝોનનાં 2.78 લાખ કેન્ડિડેટ્સ પરીક્ષા આપશે

પરીક્ષાનાં 10 દિવસ પહેલાં ફ્રી ટ્રાવેલિંગ પાસ જાહેર થશે
રેલવે બોર્ડે જણાવ્યું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કેન્ડિડેટ્સ માટે ફ્રી ટ્રાવેલિંગ પાસ પરીક્ષાની તારીખને 10 દિવસ પહેલાં જાહેર કરવામાં આવશે. એ પછી ઉમેદવાર આ પાસ ડાઉનલોડ કરી શકશે. કેન્ડિડેટ્સ FTA પણ સંબંધિત ઝોનની RRB વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...