• Gujarati News
 • Utility
 • Quit This Habit Immediately, Bacteria Will Build Up In The Brain And Memory Will Weaken

નાકમાં આંગળી નાખીને કંઈ વિચારો છો:તુરંત છોડો આ આદત, મગજમાં બેક્ટેરિયા જમા થશે અને યાદશક્તિ કમજોર બનશે

11 દિવસ પહેલા
 • કૉપી લિંક

નાકમાં આંગળી નાખવાની આદત આપણામાંથી મોટાભાગના લોકોને હોય છે પણ ખૂબ જ ઓછા લોકો પોતાની આ આદત સ્વીકારે છે. જો આપણે આ અવસ્થામાં ક્યારેય કોઈની સામે પકડાઈ તો તુરંત જ શર્માઈને આમતેમ જોવા લાગીએ છીએ. આ સ્થિતિને સામાન્ય રીતે એક ખરાબ આદત ગણવામાં આવે છે પણ શું તમે જાણો છો કે, તમારી આ આદત તમને બીમાર કરી શકે?

મેડિકલ ટર્મમાં નાકમાં આંગળી નાખવાની આદતને ‘રાઈનોચટિલેક્સોમેનિયા’ કહે છે. સાયકોલોજિસ્ટ ડૉ. પ્રીતેશ ગૌતમ અને ફિઝિશિયન રાજેશ સિંહ સાથે આ આદત અંગે વધુ ચર્ચા કરીશું.

સૌથી પહેલાં સમજી લો કે, નાકમાં વાળ શા માટે હોય છે?
નાકમાં વાળ હવાને ફિલ્ટર કરવાનું કામ કરે છે. જ્યારે આપણે હવા નાકથી ખેંચે છે ત્યારે નાકમાં રહેલા વાળ હવામાં હાજર કણ, પરાગ કણ અને એલર્જનને ફેક્સામાં જતાં અટકાવે છે. નાકના વાળ ત્યાં હાજર મ્યુકસ મેમ્બ્રેનને બહાર આવતાં અટકાવે છે.

હવે ફરી વાત કરીએ, નાકમાં આંગળી નાખવાની આદતની. આ એક ખોટી આદત છે. તેમાં સુધારો કરી શકાય છે પરંતુ, શરીર પર તેની કોઈ અસર થતી નથી. જો તમે પણ આવું વિચારો છો, તો તે તમારી ભૂલ છે. તે કેટલું જોખમી છે તે નીચેના ગ્રાફિકમાં વાંચો ...

તાજેતરનાં સંશોધન પરથી ચાલો હવે તેને વિગતવાર સમજીએ
ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીનાં સંશોધકોએ ઉંદરો પર એક અભ્યાસ કર્યો હતો. જેમાં નાકની નળી મારફતે બેક્ટેરિયા ઉંદરનાં મગજ સુધી પહોંચ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ બેક્ટેરિયાને કારણે અલ્ઝાઇમરનો સંકેત મળ્યો. આ અભ્યાસ સાયન્સ મેગેઝિન સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયો હતો. એવું કહેવામાં આવ્યું છે કે, ‘કલામિડિયા ન્યુમોનિયા’ નામનાં બેક્ટેરિયા મનુષ્યને ચેપ લગાવી શકે છે. આ બેક્ટેરિયા ન્યુમોનિયા માટે જવાબદાર છે.

રિસર્ચર અને પ્રોફેસર જેમ્સ સેન્ટ જ્હોને કહ્યું કે, ‘આ સારી આદત નથી. નાકમાં આંગળી નાખવાને કારણે જો કોઈ નાકના પડને નુકસાન પહોંચે છે તો બેક્ટેરિયા મગજ સુધી પહોંચી શકે છે. આ કારણે તમે તમારી સુંઘવાની ક્ષમતા ગુમાવી શકો છો. તે અલ્ઝાઇમરની શરૂઆત પણ હોઈ શકે છે.’

પ્રશ્ન- આ અલ્ઝાઈમર શું છે, જેનો ઉલ્લેખ સંશોધકોએ કર્યો હતો?
જવાબ-
અલ્ઝાઈમર મગજ સાથે જોડાયેલી બીમારી છે. જેમાં લોકોની યાદશક્તિ કમજોર થઈ જાય છે અથવા તો ચાલી જાય છે. વિચારવા કે સમજવાની ક્ષમતા પર પણ ગંભીર અસર પડે છે. એક સમય એવો પણ આવી શકે કે, વ્યક્તિ પોતાનાં રુટિન કામ કરવાની ક્ષમતા પણ ગુમાવી શકે છે.

પ્રશ્ન- લોકો નાકની અંદર આંગળી શા માટે નાખે છે?
જવાબ-
આ બે કારણોને લીધે લોકો નાકમાં આંગળી નાખે છે.

 • બાળપણથી આદત પડી ગઈ હોય
 • તેનાથી ખુશી મળતી હોય

પ્રશ્ન- શું નાકમાં આંગળી નાખવા પાછળ કોઈ સાયકોલોજિકલ કારણ પણ છે?
જવાબ-
હા. આ ત્રણ કેટેગરી દ્વારા તેને સમજવાનો પ્રયાસ કરીએ.

બાળકો- જ્યારે આપણે નાના બાળકને કોઈ વસ્તુ હાથમાં આપીએ છીએ ત્યારે તે દરેક વસ્તુને મોં માં નાખે છે. બાળકોને તેનાથી ખુશીનો અનુભવ થાય છે. થોડા મોટા એટલે કે 3 વર્ષનાં બાળકોને એન્ઝાઈટી કમ્પલ્શન હોઈ શકે. જ્યારે આ ઉંમરનાં બાળકો નાકમાં આંગળી નાખે છે તો તેમને એમ લાગે છે કે, તેમાંથી કંઈ બહાર નીકળશે.

ટીનેજર્સ બાળકો- આ ઉંમરના લોકો નાકમાં આંગળી નાખવાની સાથે ફેસ અને નાકના વાળ પણ તોડી નાખે છે. તેનાથી તેઓ ખુશી અનુભવે છે. આ આદતને ‘ટ્રાઈકોટિલોનેમિયા’ પણ કહી શકાય. આ આદત ત્યારે પણ લાગી શકે, જ્યારે કોઈના મનમાં કંઈ ચાલી રહ્યું હોય અને નાકમાં આંગળી નાખ્યા પછી જ તેનો આ વિચાર સ્પષ્ટ થાય

પુખ્ત વયનાં લોકો- પુખ્ત વયનાં લોકોને પણ નાકમાં આંગળી નાખવાની આદત હોય છે કારણ કે, આવું કરવા પર તેમના મગજમાં ડોપામાઈન ન્યૂરો ટ્રાન્સમીટર રિલીઝ થાય છે અને મગજને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. શાંતિનો અનુભવ થતાં જ આપણું મન વારંવાર આ હરકત કરવા માટે લલચાય છે.

આ કારણો સિવાય પણ એક કારણ એ હોઈ શકે કે, લોકોને નાકમાં બ્લોકેજનો અનુભવ થઈ રહ્યો હોય અથવા તે અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરી રહ્યો હોય ત્યારે લોકો નાકમાં આંગળી નાખીને તેને ઠીક કરવાનો પ્રયાસ કરશે.

પ્રશ્ન- ઘણીવાર બાળકોની નાકમાં આંગળી નાખવાની આદતને લઈને પેરેન્ટસ પરેશાન હોય છે, શું તેની આ આદત છોડાવવાનો કોઈ ઉપાય છે?
જવાબ-
આ પ્રશ્નનો જવાબ જાણવા માટે તમે નીચેનું ગ્રાફિક્સ વાંચી શકો છો અને બીજા લોકોને શેર પણ કરી શકો-

પ્રશ્ન- જો વડીલોને નાકમાં આંગળી નાખવાની આદત હોય તો તે પોતાની આ આદતથી કેવી રીતે છુટકારો મેળવી શકે?
જવાબ-
સૌથી પહેલાં બાળકોની જેમ જ આ આદત શરુ થવા પાછળનું કારણ શોધો-

અમે આવા અમુક લોકો સાથે પણ વાત કરી તો તેણે આ સમસ્યા માટે ‘નેસલ ડ્રાઈનેસ’ને કારણ જણાવ્યું અને કહ્યું કે, જ્યારે નાકમાં શુષ્કતાપણું મહેસૂસ થાય ત્યારે લોકો વારંવાર નાકમાં આંગળી નાખે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડિત છો તો નીચેની ટિપ્સ ફોલો કરો.

 • વધુમાં વધુ લિક્વિડયુક્ત ચીજવસ્તુઓનું સેવન કરો
 • ડૉક્ટરની સલાહ લઈને કોઈ નેઝલ સ્પ્રેનો ઉપયોગ કરો
 • જો શક્ય બને તો કોકોનટ ઓઈલનાં અમુક ટિપા નાકમાં ઉમેરો
 • ગરમ પાણીથી નાકની સાફ-સફાઈ કરો.

જો શરદી-ઉધરસ હોય તો નાકમાં આંગળી નાખવાની જગ્યાએ આ ટિપ્સ ફોલો કરો
ડૉક્ટરની સલાહ પર દવા લો. જો અવગણશો તો સમસ્યા વધશે અને કામમાં ધ્યાન પણ નહીં લાગે
નેઝલ સ્પ્રેનો પણ ઉપયોગ કરો

નાકમાં બ્લોકેજનો અનુભવ થાય તો આ ટિપ્સ ફોલો કરો
નાક સંબંધિત એક્સરસાઈઝ કરો, તેનાથી નાકનું બ્લોકેજ ખુલે છે જેમ કે, યોગ કે પ્રાણાયામ
આ ટિપ્સ પુખ્ત વયનાં લોકો માટે છે, જેથી તે પોતાની જાતને આ આદતમાંથી મુક્ત કરાવી શકે
તમારે સમજવું પડશે કે, તમારી આ આદત તમને મજાકનું પાત્ર બનાવી શકે છે

પ્રશ્ન - શું આ આદતનાં કોઈ ફાયદા પણ છે?
જવાબ-
ના, જરાપણ નહીં. આ આદત નુકશાનકારક છે.

પ્રશ્ન- તો શા માટે લોકો આ આદતને ‘સ્ટ્રેસ રિલીવર’ માને છે? શું તે સાચું છે?
જવાબ-
ફક્ત આ આદત જ નહીં પણ બીજી ઘણી ખરાબ આદતોને લોકો ‘સ્ટ્રેસ રિલીવર’ માને છે. આ આદતો અમુક અંશે સ્ટ્રેસ રિલીવ કરતી હશે પણ તેનાથી બે ગણુ નુકશાન તે શરીરને પહોંચાડે છે માટે શક્ય બને તેટલું વહેલું આ આદતથી દૂર ભાગવું. આ આદતોને છોડી સ્ટ્રેસ રિલીઝ માટે કોઈ પ્રોડક્ટિવ આદત શોધો.

સ્ટ્રેસ દૂર કરવા માટે આ ઉપાય અજમાવો

 • ગીત સાંભળો
 • ઊંડા શ્વાસ લો
 • પોતાની જાતને વ્યસ્ત રાખો
 • હેન્ડબોલનો ઉપયોગ કરો

જો આ ઉપાયોથી પણ તમે તમારા સ્ટ્રેસને હળવો ન કરી શકો તો કાઉન્સેલરની મદદ લો

જાણવા જેવું
વર્ષ 1995માં પહેલીવાર આ આદત પર વૈજ્ઞાનિક અભ્યાસ થયાનો દાવો કરવામાં આવ્યો હતો

 • આ અભ્યાસ અમેરિકન સંશોધકો થોમ્પસન અને જેફરસન દ્વારા કરવામાં આવ્યો હતો.
 • આ અભ્યાસમાં ભાગ લેનારા 91 ટકા લોકો નાકમાં આંગળી નાખે છે કે, નહીં તે અંગેનાં પ્રશ્નો આપવામાં મૂંઝવણમાં હતા.
 • માત્ર 1.2 ટકા લોકોએ સ્વીકાર્યું કે, તેઓ દર કલાકે ઓછામાં ઓછું એક વખત આવું કરે છે.
 • 2 ટકા લોકોએ જણાવ્યું હતું કે, નાકમાં આંગળી નાખતી વખતે નાકના છિદ્રોનાં છેડા સુધી પહોંચી જાય છે.

ભારતમાં 5 વર્ષ બાદ રિસર્ચ થયું, બાળકોએ કહ્યું આવું કરવાથી ખુશી મળે છે

 • બેંગલુરુનાં ગેલોરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસનાં ડૉ. ચિત્તરંજન એન્ડ્રાડે અને બી.એસ. શ્રી હરિએ આ આદત પર વિસ્તૃત સંશોધન કરવાનું વિચાર્યું.
 • જેમાં યુવાનો પર આ રિસર્ચ કરવા માટે 4 શાળાનાં 200 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
 • આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે, આ આદત પુખ્ત વયનાં લોકો કરતાં શાળા અને કોલેજના બાળકોમાં વધુ હોય છે.
 • 7.6 ટકા બાળકોએ સ્વીકાર્યું કે, ‘તેઓ દિવસમાં કમ સે કમ 20 વખત આવું કરે છે.’
 • 20 ટકા લોકોએ કહ્યું કે, ‘નાકમાં ગંદકીના કારણે તે નાકમાં આંગળી નાખે છે.’
 • 12 ટકા બાળકોએ સ્વીકાર્યું કે, ‘આવું કરવાથી તેમને આનંદની અનુભૂતિ થાય છે.’