આવનાર દિવસોમાં જો તમારે બેંક સંબંધિત કોઈ જરૂરી કામ છે તો તેને ફટાફટ પતાવી દો, નહીં તો તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. કેમ કે, આ સપ્તાહમાં 4 દિવસ સતત બેંક બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંકે ઓગસ્ટ 2021ના મહિના માટે બેંકની રજાઓનું લિસ્ટ જાહેર કર્યું હતું. આ મહિનામાં કુલ 15 રજાઓ હતી. જો કે, આ મહિનામાં ચાર રજાઓ બચી છે. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બેંક બંધ રહેશે. આ દરમિયાન ઓનલાઈન બેંકિંગ સર્વિસિસ અને ATM સર્વિસિસ ચાલુ રહેશે.
RBI વિવિધ રાજ્યોમાં ત્યાંના સ્થાનિક તહેવારોને કારણે વિવિધ ઝોન માટે બેંકની રજાઓનું લિસ્ટ જાહેર કરે છે. RBIએ આ સપ્તાહમાં બેંકોમાં 4 દિવસની રજા નક્કી કરી છે. જો કે, આ રજાઓ દરેક રાજ્યની બેંકો માટે નથી.
30 ઓગસ્ટે ઘણા શહેરોમાં બેંક બંધ રહેશે
30 ઓગસ્ટ 2021ના રોજ જન્માષ્ટમી છે. આ દિવસે ઘણા શહેરોમાં બેંક બંધ રહેશે. આ દિવસે અમદાવાદ, ચંડીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર અને ગંગટોકની બેંકોમાં કામકાજ નહીં થાય. તે સિવાય 28 ઓગસ્ટે આ મહિનાનો ચોથો શનિવાર હોવાથી રજા રહેશે. 29 ઓગસ્ટે રવિવાર છે. તેના કારણે સમગ્ર દેશની બેંકો બંધ રહેશે. તેમજ 31 ઓગસ્ટ 2021ના રોજ કૃષ્ણ અષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેંકોમાં કામકાજ નહીં થાય.
અહીં જુઓ કયા શહેરોમાં બેંક બંધ રહેશે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.