તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Questions Raised By Parents About The Corona Vaccine Being Given To Children In The United States, Readiness To Bring The Same Vaccine In India, Know Their Concerns ...

વેક્સિનેશન:અમેરિકામાં બાળકોને આપવામાં આવી રહેલી કોરોના વેક્સિન અંગે માતા-પિતાએ ઉઠાવ્યા સવાલ, ભારતમાં પણ એ જ રસી લાવવાની તૈયારી, જાણો તેમની ચિંતા...

5 દિવસ પહેલા

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધારે બીમાર પડે તેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં અમેરિકામાં બાળકોને લાગી રહેલી કોરોના વેક્સિન અંગેના સવાલ ચિંતા વધારી રહ્યા છે. આ સવાલ બાળકો પર વેક્સિનના લાંબા સમય પછી થતી અસર અને વેક્સિન લગાવ્યા બાદ તેની આડઅસરથી જોડાયેલા છે. ઘણા પેરેન્ટ્સનો એ સવાલ છે કે આ મામલે સંપૂર્મ માહિતી ન મળી જાય ત્યાં સુધી વેક્સિનેશન રોકવામાં આવે.

અમેરિકામાં 12થી 17 વર્ષનાં બાળકો-ટીનેજર્સ માટે હાલ ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનને મંજૂરી મળી છે. ટૂંક સમયમાં અન્ય 2 વેક્સિનને મંજૂરી મળશે.

અમેરિકાના પેરેન્ટ્સના મનમાં ઉદભવી રહેલા સવાલો આપણા માટે આ 3 કારણોને લીધે મહત્ત્વના છે. પ્રથમ કોરોના સંક્રમિતોના કેસમાં અમેરિકા એક માત્ર એવો દેશ છે જે ભારત કરતાં આગળ છે. બીજું અમેરિકામાં વયસ્ક લોકો સાથે ઝડપથી બાળકોનું પણ વેક્સિનેશન થઈ રહ્યું છે. ત્રીજું કારણ એ છે કે અમેરિકામાં હાલ બાળકોને લાગી રહેલી ફાઈઝરની mRMA વેક્સિન ટૂંક સમયમાં ભારતમાં પણ બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તો આવો જાણીએ બાળકોના વેકસિનેશન અંગે ઉદભવી રહેલા સવાલો અને તેમના જવાબ...
Q.જે બાળકોને તાજેતરમાં જ અન્ય બીમારીની રસી મૂકાઈ છે તેને કોરોના વેક્સિન આપી શકાય?

CDCએ શરૂઆતમાં સલાહ આપી હતી કે, કોરોના વેક્સિન લગાવ્યાના 2 અઠવાડિયાં પહેલાં અને 2 અઠવાડિયાં પછી અન્ય કોઈ વેક્સિન ન લગાવી જોઈએ, પરંતુ હવે CDCએ કહ્યું કે- કોરોના વેક્સિન અને અન્ય વેક્સિનમાં આવો કોઈ સમયાંતર રાખવું જરૂરી નથી.

CDCનું કહેવું છે કે, કોરોના વેક્સિન અને અન્ય વેક્સિનની આડઅસર એક જેવી જ છે. CDCનું કહેવું છે કે, એક જ વિઝિટમાં એકસાથે 2 વેક્સિન આપવાની થાય તો તેને અલગ અલગ જગ્યાએ આપવી.

અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ (AAP)એ CDCની આ સલાહનું સમર્થન કર્યું છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, તેનાથી બાળકોનાં રૂટિન ઈમ્યુનાઈઝેશન પર કોઈ અસર નહિ થાય.

Q.શું બાળકોમાં વયસ્ક કરતાં વેક્સિનની અલગ આડઅસર જોવા મળે છે?
અમેરિકાના બાળકોમાં વેક્સિનેશનના અનુભવથી માલુમ પડ્યું છે કે 12થી 15 વર્ષનાં બાળકોને વયસ્ક લોકો કરતાં વધારે તાવ આવે છે.

FDAના જણાવ્યાનુસાર, બાળકો-ટીનેજર્સ પર થયેલાં ક્લિનિકલ ટ્રાયલમાં સૌથી સામાન્ય આડઅસર જોવા મળી હતી...

3 દિવસ અસર રહેશે: બાળકો અને ટીનેજર્સમાં વેક્સિનેશનની આડઅસર 1થી 3 દિવસ સુધી રહી શકે છે.

બીજા ડોઝમાં વધારે આડઅસર: બાળકોને રસી આપ્યા બાદ ઈન્જેક્શનવાળી જગ્યાએ દુખાવો સામાન્ય આડઅસર છે. સામાન્ય રીતે બીજા ડોઝમાં વધારે આડઅસર જોવા મળી છે.

બાળકોમાં પેરેન્ટ્સ કરતાં વધારે આડઅસર થઈ શકે છે: સામાન્ય રીતે ઓછી ઉંમરના લોકોમાં ઈમ્યુન રિસ્પોન્સ અર્થાત રોગ પ્રતિકારક શક્તિ વધારે ઉત્પન્ન થાય છે. એવું બની શકે કે એક જ જેવી વેક્સિન લગાવે તો પણ બાળકોને પેરેન્ટ્સ કરતાં વધારે આડઅસર થાય.

Q.શું બાળકોને અપાતી વેક્સિનની માત્રા અલગ હશે?
12થી 17 વર્ષની ઉંમર ધરાવતા બાળકોને વેક્સિનના 30 માઈક્રોગ્રામના 2 ડોઝ અપાય છે. બંને ડોઝ વચ્ચે 3 અઠવાડિયાંનો સમય રાખવામાં આવી રહ્યો છે. મૉર્ડના 2થી 11 વર્ષનાં બાળકોને 50 માઈક્રોગ્રામ અને 100 માઈક્રોગ્રામ ડોઝ આપી ટ્રાયલ કરી રહી છે. કંપની 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 25, 50 અને 100 માઈક્રોગ્રામના ડોઝ આપી ટ્રાયલ કરી રહી છે.

Q.આ પ્રકારની વેક્સિન બાળકોને પહેલાં આપવામાં આવી છે? આ કેવી રીતે કામ કરે છે?
ફાઈઝર અને મૉર્ડનાની વેક્સિન mRNA બેઝ્ડ છે. અહીં mનો મતલબ મેસેન્જર છે. પરંપરાગત વેક્સિન નબળા અથવા નિષ્ક્રિય વાઈરસનાં માધ્યમથી શરીરમાં પ્રતિરોધ ક્ષમતા સક્રિય કરે છે. તો mRNA વેક્સિન આપણી કોશિકાઓને એન્ટિબોડી બનાવવાનો નિર્દેશ આપે છે.
વેક્સિનની આ પદ્ધતિ નવી છે. વેક્સિન સાથે શરીરમાં પહોંચનારા મેસેન્જર મોલિક્યૂલ બાળકોના કોષોમાં સામેલ હોય છે તે તેને સ્પાઇક પ્રોટીન એટલે કે કોરોના વાઇરસની જેમ નોકદાર પ્રોટીન બનાવવાની સૂચના આપે છે.

આ સ્પાઇક કોષની સપાટી પર ઉભરે છે. જેવા આ સ્પાઇક નીકળે છે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ તેને ઓળખી લે છે કે આ સ્પાઇક પ્રોટીન વિદેશી છે અને તેના પર હુમલો કરે છે. આ રીતે બાળકની રોગપ્રતિકારક શક્તિ કોરોના વાઇરસને ઓળખે છે અને તેના પર હુમલો કરવાનું શીખી જાય છે. ભવિષ્યમાં જો કોરોના વાઇરસ બાળકના શરીરમાં પ્રવેશ કરશે તો પછી તેની રોગપ્રતિકારક શક્તિ તેને તરત જ ઓળખી લેશે અને તેને મારી નાખશે.

Q. શું આપણે વધતા શરીર પર કોરોના રસીની લાંબા ગાળા અસર શું થશે એ જાણીએ છીએ?
વૈજ્ઞાનિકો પાસે મોા લોકો અને ટીનેજર્સ માટે વિકસિત વેક્સિનનો 6 મહિનાનો અને બાળકો પર થયેલી ટ્રાયલનો ત્રણ મહિનાનો ડેટા છે. તેના આધારે એક્સપર્ટ્સનું કહેવું છે કે, વેક્સિન વધતા શરીરમાં એન્ટિબોડીઝ બનાવવા માટે સલામત છે.

ન્યૂ યોર્કની માઉન્ટ સિનાઇ હોસ્પિટલના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ક્રિસ્ટિન ઓલિવરે જણાવ્યું કે, રસીની કાયમી આડઅસર છે કે કેમ તે અંગે લાંબા ગાળાના સંશોધન થયું નથી. માતા-પિતા વિશિષ્ટ પ્રશ્નો પૂછે છે જેમ કે, રસી કોઈ છોકરીના માસિક ચક્ર અથવા પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે? પરંતુ આવા કિસ્સાઓમાં રસી કામ કરશે કે નહીં તે અંગે કોઈ બાયોલોજિકલ સ્પષ્ટીકરણ થયું નથી.

બીજી વસ્તુ એ છે કે કાર્ય પૂર્ણ થયા પછી કોષ mRNA વેક્સિનના મોલિક્યુલનો નાશ કરે છે. તેથી, તે શરીરમાં રહેતો નથી.

Q. જ્યારે બાળકોમાં કોરોનાનું જોખમ ખૂબ ઓછું હોય તો પછી વધુ ડેટા આવે ત્યાં સુધી રાહ જોવી ન જોઈએ?
કોરોનાથી બાળકોમાં ગંભીર બીમારી થવાનું જોખમ ઘણું ઓછું છે. તેમ છતાં જોખમ તો રહેલું જ છે. કોરોનાની શરૂઆતમાં જ અમેરિકામાં લગભગ 40 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકન અકેડેમી ઓફ પિડિયાટ્રિક્સ (AAP)ના જણાવ્યા અનુસાર, કોરોનાને કારણે 300થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. થોડા મહિના પહેલાં સુધી બાળકોમાં મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) જોવા મળ્યો હતો. આમાં હૃદય સહિત બાળકોના ઘણા આંતરિક અવયવોમાં ઇન્ફ્લેમેશન જોવા મળ્યું હતું.

પ્રોવિડન્સની બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર અને ઇમર્જન્સી રૂમના ફિઝિશિયન ડો.મેગન રૈની કહે છે કે, બાળકોને કોરોના થવાની અને ગંભીર માંદગી થવાની સંભાવના ઓછી છે, પરંતુ શૂન્ય નથી. ફિલાડેલ્ફિયાના ચિલ્ડ્રન્સ હોસ્પિટલના વેક્સિન એજ્યુકેશન સેન્ટરના ડાયરેક્ટર અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની રસી સલાહકાર પેનલના સભ્ય ડો. પોલ ઓફિટ કહે છે કે, અમેરિકામાં કોરોનાના 24% કેસ બાળકોમાં છે.

તેમનું કહેવું છે કે, અમેરિકામાં દર વર્ષે લગભગ 75થી 150 બાળકો ફ્લૂથી મૃત્યુ પામે છે, ચિકનપોક્સથી 100 બાળકો. પરંતુ કોરોનાથી જીવન ગુમાવનારા બાળકોની સંખ્યા આ કરતાં ઘણી વધારે છે. એકવાર હોસ્પિટલમાં આવો અને જુઓ કોરોના રોગ કેવો દેખાય છે. ખાસ કરીને 12-15 વર્ષનાં બાળકોને તાત્કાલિક રસી અપાવવી જોઈએ.

12 વર્ષથી નાની ઉંમરના બાળકોને વેક્સિન ક્યારે અપાશે?
ડિસેમ્બર પછી અમેરિકામાં 12 વર્ષથી ઓછી વયના બાળકો માટે આ રસી ઉપલબ્ધ થઈ શકે છે. ફાઈઝર સપ્ટેમ્બરમાં 2થી 11 વર્ષની વયના બાળકો માટે તેની રસીને મંજૂરી આપવાની યોજના ધરાવે છે.

છ મહિનાથી ઓછી ઉંમરના બાળકો માટેની ટ્રાયલ આ ડિસેમ્બરથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...