તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • QS World University Ranking 2021| IISc Bangalore Placed Among The Top Research Institutes In The World With 100 Marks, IIT Bombay Become Again The Best Higher Education Institute In The Country

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2021:100 સ્કોર સાથે IISc બેંગલુરૂ દુનિયાની ટોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં સામેલ, IIT બોમ્બે દેશની સૌથી સારી યુનિવર્સિટી બની

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષની સરખામણીએ 5 નંબર પાછળ રહીને IIT બોમ્બે 177 સ્થાન પર છે
  • IIT દિલ્હી 193 નંબર પરથી 185 નંબર છે

લંડનની ક્વોક્વેરેલી સાયમન્ડ્સ(QS)એ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2021 જાહેર કર્યું છે. દુનિયાની ટોપ 200 યુનિવર્સિટીમાં ભારતની IIT બોમ્બે, IIT દિલ્હી અને IISc બેંગલુરૂ સામેલ છે. 100માંથી 100 સ્કોર સાથે IISc બેંગલુરૂએ દુનિયાની ટોપ રિસર્ચ યુનિવર્સિટીમાં જગ્યા બનાવી છે. આ સાથે જ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ 100 સ્કોર મેળવનારી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે.

દેશના ટોપ ઇન્સ્ટિટ્યુટ
જાહેર કરેલા રેન્કિંગમાં IIT બોમ્બે સતત ચોથા વર્ષે ભારતની સૌથી સારી ઇન્સ્ટિટ્યુટ બની ગઈ છે. ગયા વર્ષની સરખામણીએ 5 નંબર પાછળ રહીને IIT બોમ્બે 177 સ્થાન પર છે. IIT દિલ્હી 193 નંબર પરથી 185 નંબર પર પહોંચી ગઈ છે. ઓવરઓલ યુનિવર્સિટી રેન્કિંગમાં IISc બેંગલુરુ 185થી 186 નંબર પર છે.

ટોપ 1000માં 22 ભારતીય ઇન્સ્ટિટ્યુટ સામેલ
દુનિયાના ટોપ 1000 ઇન્સ્ટિટ્યુટમાં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટની કુલ સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. આ વખતે પણ 22 ભારતીય કોલેજ ટોપ 1000માં સામેલ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી
(AMU),બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)અને અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ ટોપ 1000ની લિસ્ટમાંથી નીકળી ગયા ગઈ છે. ઇન્સ્ટિટ્યુટ 801-1,000ના બેન્ડથી ઘટીને 1,001-1,200માં આવી ગયા છે.

રેન્કિંગ 2021 પ્રમાણે, IIT બોમ્બે, IIT દિલ્હી અને IISc બેંગલુરુ ઉપરાંત બીજી કોઈ કોલેજ 2017 પછીથી અત્યાર સુધી ટોપ 200માં સ્થાન બનાવી શકી નથી.

આ ઇન્સ્ટિટ્યુટનાં રેન્કિંગમાં સુધારો થયો
લેટેસ્ટ રેન્કિંગ પ્રમાણે, સાત ઇન્સ્ટિટ્યુટ IIT દિલ્હી, IIT મદ્રાસ, IIT કાનપુર, IIT ખડગપુર, IIT ગુવાહાટી, IIT હૈદરાબાદ અને સાવિત્રીબાઈ ફુલે પુણે કોલેજના રેન્કિંગમાં વધારો થયો છે. ગયા વર્ષે 14 કોલેજના રેન્કિંગ ઘટ્યા હતા અને માત્ર ચારને જ લાભ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...