તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • QRMP Scheme For Small Taxpayers Launched, Taxpayers Up To Rs 5 Crore Will Get Two Options To File Returns

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ સ્કીમ:નાના કરદાતાઓ માટે QRMP સ્કીમ શરૂ થઈ, 5 કરોડ રૂપિયા સુધીના ટેક્સપેયર્સને રિટર્ન ફાઇલ કરવા માટે બે ઓપ્શન મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમ હેઠળ નાના કરદાતાઓ માટે ક્વાર્ટરલી રિટર્ન ફાઇલિંગ એન્ડ મંથલી પેમેન્ટ ઓફ ટેક્સિસ (QRMP) સ્કીમ શરૂ કરી છે. ગત નાણાકીય વર્ષમાં કુલ 5 કરોડ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળા કરદાતાઓ અને જેમણે 30 નવેમ્બર, 2020 સુધી પોતાનું ઓક્ટોબર GSTR-3B (સેલ્સ) રિટર્ન ફાઇલ કરી દીધું છે તેઓ આ સ્કીમ માટે પાત્ર છે.

કરદાતાઓ માટે બે ઓપ્શન
GST કાઉન્સિલે 5 ઓક્ટોબરે મળેલી બેઠકમાં કહ્યું હતું કે, 5 કરોડ રૂપિયા સુધીના કુલ ટર્નઓવરવાળા રજિસ્ટર્ડ વ્યક્તિને 1 જાન્યુઆરી 2021થી મંથલી ટેક્સની ચૂકવણી સાથે ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. 5 ડિસેમ્બરે QRMP સ્કીમના લોન્ચિંગ સાથે જ 5 કરોડ રૂપિયા સુધીના કરદાતાઓ પાસે તેમનું GSTR-1 અને GSTR-3B રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ છે, જે જાન્યુઆરી-માર્ચ દરમિયાન શરૂ થશે.

કરદાતા દર મહિને કુલ ખર્ચનો હિસાબ કરીને ચલણ દ્વારા GST પેમેન્ટ કરી શકે છે. આ ઉપરાંત, અગાઉના ક્વાર્ટર GSTR-3Bની નેટ કેશ લાયાબિલિટીના 35% પણ ભરી શકાય છે. ત્રિમાસિક GSTR-1 અને GSTR-3Bને એક SMSના માધ્યમથી પણ ફાઇલ કરી શકાય છે.

GST કલેક્શન સતત બીજી વખત 1 લાખ કરોડને વટાવી ગયું
નવેમ્બરમાં GST કલેક્શન સતત બીજા મહિને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું રહ્યું. નાણાં મંત્રાલયના ડેટા અનુસાર, નવેમ્બર મહિનામાં આ 1.04 લાખ કરોડ રૂપિયા રહ્યું. ગયા વર્ષે નવેમ્બરમાં તે 1.03 કરોડ રૂપિયા હતું. તેમજ, ઓક્ટોબર 2020માં તે 1.05 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો