• Gujarati News
  • Utility
  • Punjab National Bank Invites Application For Recruitment For 100 Posts Of Security Manager, Last Date To Apply Is 15th February.

સરકારી નોકરી:પંજાબ નેશનલ બેંકે સિક્યોરિટી મેનેજરની 100 પોસ્ટ પર ભરતી માટે અરજી માગી, એપ્લિકેશન કરવાની લાસ્ટ ડેટ 15 ફેબ્રુઆરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંજાબ નેશનલ બેંક (PNB)એ સિક્યોરિટી મેનેજરની 100 પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 15 ફેબ્રુઆરી સુધીમાં ઓફલાઇન મોડમાં અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા નહીં હોય. ઇન્ટરવ્યૂના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

પોસ્ટની સંખ્યા - 100 પોસ્ટ
એલિજિબિલિટી

આ પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારો માન્ય યુનિવર્સિટી/ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. સિક્યોરિટી મેનેજરની પોસ્ટ માટે જરૂરી અનુભવ વિશેની માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો.

મહત્ત્વપૂર્ણ તારીખો

  • એપ્લિકેશન તારીખ અને કેશ વાઉચર ડાઉનલોડ કરવાની તારીખ - 27 જાન્યુઆરી
  • એપ્લિકેશન ફોર્મ અને કેશ વાઉચર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ - 13 ફેબ્રુઆરી
  • અરજી ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ - 15 ફેબ્રુઆરી

વયમર્યાદા
PNB સિક્યોરિટી મેનેજર ભરતી પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોની ન્યૂનતમ વય 21 વર્ષ અને મહત્તમ વય 35 વર્ષ છે. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર મહત્તમ વયમર્યાદામાં રાહત આપવામાં આવશે.

સિલેક્શન પ્રોસેસ
સિક્યોરિટી મેનેજરની પોસ્ટ્સ પર સિલેક્શન ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારોની લેખન કુશળતાનું મૂલ્યાંકન કરવા માટે ઇન્ટરવ્યૂના ભાગરૂપે નિબંધ/લેટર ડ્રાફ્ટિંગ પરીક્ષા લેવામાં આવશે. પ્રાપ્ત થયેલા એપ્લિકેશન ફોર્મમાંથી ફક્ત શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...