• Gujarati News
  • Utility
  • Punjab National Bank Changes Interest Rates On FDs After ICICI And HDFC, Find Out How Much Interest You Will Get On FDs Now

વ્યાજ દરમાં ફેરફાર:ICICI અને HDFC પછી પંજાબ નેશનલ બેંકે FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો, જાણો હવે FD પર કેટલું વ્યાજ મળશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબ નેશનલ બેંક (PNB)એ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. હવે તમારે PNB બેંકમાં FD કરાવવા પર 2.9%થી 5.25% સુધી વ્યાજ મળશે. બેંકના નવા દર 7 મેથી લાગુ થઈ ગયા છે.

હવે કેટલા સમયગાળાની FD પર કેટલું વ્યાજ મળી રહ્યું છે

સમયગાળોવ્યાજ દર (% માં)
7થી 45 દિવસ3.00
46થી 90 દિવસ3.25
91થી 179 દિવસ3.80
180થી 270 દિવસ4.40
271 દિવસ અથવા તેનાથી વધુ પરંતુ 1 વર્ષ કરતા ઓછો4.40
1 વર્ષ5.10
1 વર્ષથી 2 વર્ષ5.10
2 વર્ષથી 3 વર્ષ5.10
3 વર્ષથી 10 વર્ષ સુધી5.10

ICICI અને HDFC સહિત ઘણી બેંક ફેરફાર કરી ચૂકી છે
તે સિવાય ICICI, HDFC અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકે તાજેતરમાં FD પર મળતા વ્યાજમાં ફેરફાર કર્યો છે. ICICI બેંક FD પર સામાન્ય નાગરિકોને હવે મહત્તમ 5.45% વ્યાજ આપશે તેમજ HDFC 5.60% વ્યાજ આપી રહી છે.

અહીં જુઓ કઈ બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે

1 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજ દર (%માં)
PNB5.10
ICICI5.00
SBI5.20
HDFC5.10
ઇન્ડિયન ઓવરસીઝ5.20
પોસ્ટ ઓફિસ5.50

2 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજ દર(% માં)
PNB5.10
ICICI5.00
SBI5.20
HDFC5.10
ઇન્ડિયન ઓવરસીઝ5.20
પોસ્ટ ઓફિસ5.50

3 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજ દર (% માં)
PNB5.10
ICICI5.20
SBI5.30
HDFC5.30
ઇન્ડિયન ઓવરસીઝ5.45
પોસ્ટ ઓફિસ5.50

5 વર્ષની FD પર વ્યાજ

બેંકવ્યાજ દર (% માં)
PNB5.10
SBI5.40
HDFC5.45
ઇન્ડિયન ઓવરસીઝ5.45
ICICI5.45
પોસ્ટ ઓફિસ6.70

FDથી મળતા વ્યાજ પર પણ ટેક્સ ચૂકવવો પડે છે
જો નાણાકીય વર્ષમાં બેંક FD પર વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું હોય તો તેના પર કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી. આ મર્યાદા 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે છે. આ સાથે જ 60 વર્ષથી વધુ ઉંમરના એટલે કે સીનિયર સિટીઝન માટે 50 હજાર રૂપિયા સુધીની આવક FDથી કરમુક્ત છે. આનાથી વધુ આવક હોય તો 10 ટકા TDS કપાય છે.