• Gujarati News
  • Utility
  • Pune District Central Co operative Bank Announces Recruitment For 356 Posts, Apply For Graduate Candidates By 16th August

સરકારી નોકરી:પુણે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકે 356 જગ્યા પર ભરતી જાહેર કરી, 16 ઓગસ્ટ સુધી ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 38 વર્ષ હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સને દર મહીને 22 હજાર રૂપિયાનો પગાર મળશે

પુણે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ (PDCC) બેંકે ક્લાર્કની 356 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 16 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ નક્કી કરેલી તારીખ સુધી આ જગ્યા પર ઓનલાઈન અરજી કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 356

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય ઇન્સ્ટિટ્યુટ કે યુનિવર્સીટીની ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 38 વર્ષ હોવી જોઈએ. ઉંમરમાં નિયમપ્રમાણે છૂટ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 9 ઓગસ્ટ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 16 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ(CBT)ને આધારે કરવામાં આવશે.

સેલરી
કેન્ડિડેટ્સને દર મહીને 22 હજાર રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
જનરલ/OBC-885 રૂપિયા
SC/ST/PWD-કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 16 ઓગસ્ટ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: