તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Public Provident Fund Can Be Invested For Tax Saving And Good Returns, Earning 7.1% Interest.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સ સેવિંગ ટિપ્સ:ટેક્સ બચાવવા અને સારા રિટર્ન માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરી શકાય છે, તેના પર 7.1% વ્યાજ મળી રહ્યું છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

31 માર્ચ ફાઈનાન્શિયલ યરનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ 1 એપ્રિલથી નવું ફાઈનાન્શિયલ યર શરૂ થશે. જો તમે ટેક્સ હેઠળ આવો છો અને ટેક્સ બચાવવા માટે તમે જરૂરી રોકાણ નથી કર્યું તો કરી લો. તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરીને ટેક્સ બચાવવાની સાથે સારું રિટર્ન મેળવી શકો છો. તેમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. આજે અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.

તેમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે
PPFમાં અન્ય ટેક્સ સેવિંગ સ્કીમ જેમ કે 5 વર્ષની FD,નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને ટાઈમ ટિપોઝિટ સ્કીમમાં વધારે વ્યાજ મળે છે. PPFમાં અત્યારે 7.10% વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં તેમાં રોકાણ કરીને તમે ટેક્સ બચાવવાની સાથે વધારે રિટર્ન પણ મેળવી શકો છો.

5 વર્ષનો લોક ઈન પિરિઅડ હોય છે
PPF અકાઉન્ટ ઓપન કરાવ્યા બાદ 15 વર્ષ સુધી આ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાશે નહીં. જો કે, 5 વર્ષ બાદ PPF અકાઉન્ટના 50% ઉપાડી શકાય છે. સંપૂર્ણ રકમ 15 વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ ઉપાડી શકાય છે. 5 વર્ષથી પહેલા તમે પૈસા ઉપાડી શકશો નહીં.

તેના પર સસ્તી લોન મળે છે
PPF અકાઉન્ટ પર જમા પર તમે લોન પણ લઈ શકો છો. તમે જે નાણાકીય વર્ષમાં PPF અકાઉન્ટ ખોલાવ્યું છે, તે નાણાકીય વર્ષનાં અંતના એક વર્ષથી લઈને પાંચમું નાણાકીય વર્ષ પૂર્ણ થવા સુધી તમે PPFમાંથી લોન લેવા માટે હકદાર છો. જો તમે જાન્યુઆરી 2017માં PPF અકાઉન્ટ ખોલાવ્યું છે તો તમે 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2022 સુધી લોન લઈ શકો છો. જમા પર મહત્તમ 25% લોન લઈ શકાય છે. લોન માટે અસરકાર વ્યાજ દર PPF પર મળી રહેલા વ્યાજથી માત્ર 1% વધારે હોય છે.

ટેક્સ છૂટનો લાભ મળે છે
PPFમાં રોકાણ EEEની કેટેગરીમાં આવે છે. એટલે કે યોજનામાં કરવામાં આવેલા સંપૂર્ણ રોકાણ પર તમને ટેક્સ છૂટનો લાભ મળે છે. તે ઉપરાંત આ યોજનામાં રોકાણ કરવા પર મળેલા વ્યાજ અને રોકાણની સંપૂર્ણ રકમ પર પણ કોઈ ટેક્સ ચૂકવવો નથી પડતો. તેમાં 1 વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.

PPF અકાઉન્ટને જપ્ત કરી શકાતું નથી
PPF અકાઉન્ટને કોઈપણ કોર્ટ અથવા આદેશ દ્વારા દેવું અથવા અન્ય જવાબદારી સમયે જપ્ત કરી શકાતું નથી. એટલા માટે પણ તે રોકાણ માટે એક સારો ઓપ્શન છે.

પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ઓપન કરાવી શકાય છે અકાઉન્ટ
PPF અકાઉન્ટને કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં તમારા નામથી અને સગીર વતી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ખોલાવી શકાય છે. જો કે નિયમો અનુસાર, હિન્દુ અવિભાજિત પરિવાર (HUF)ના નામે એક પણ PPF ખાતું ખોલી શકાતું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો