• Gujarati News
  • Utility
  • PUBG Mobile Ban News, Internet Gaming Disorder In Children Update; Things Parents Worry About Dealing With Addiction (for Teens)

ગેમની આદત કેવી રીતે છોડવી:વધારે ગેમ રમવી માનસિક બીમારી, તેનાથી પીડિત બાળકો સ્ક્રીન પર વધારે સમય પસાર કરે છે, આ 5 વાતોથી પેરેન્ટ્સ તેને ઓળખી શકે છે

નિસર્ગ દીક્ષિત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારે ગયા બુધવારે પોપ્યુલર ગેમ PUBG સહિત 118 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. દુનિયાભરમાં PUBG ગેમના સૌથી વધારે યુઝર્સ ભારતમાં છે. ઘણા લોકોને ગેમની એટલી બધી ટેવ પડી ગઈ હતી કે લોકોએ મર્ડર અને આત્મહત્યા કરી. ઘણા યુઝર્સ પોતાનો માનસિક કંટ્રોલ પણ ખોઈ બેઠા હતા.

સરકારના આ નિર્ણયને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ સારો જણાવી રહ્યા છે. સેન્સર ટાવરના રીપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં PUBGના 73 કરોડથી વધારે ડાઉનલોડ્સ છે, જયારે આ ગેમના 23.8 ટકા ડાઉનલોડ માત્ર ભારતમાં છે. આ આંકડો દુનિયાના કોઈ પણ દેશથી વધારે છે.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, લોકો ગેમિંગ ડિસઓર્ડરનો શિકાર બને છે
રાજસ્થાનના ઉદયપુર સ્થિત ગીતાંજલિ હોસ્પિટલમાં અસિસ્ટન્ટ પ્રોફેસર અને સાઈકોલોજિસ્ત ડોક્ટર શિખા શર્મા આને ગેમિંગ એડિકશન એટલે કે ગેમ રમવાની આદત કહે છે. તેમણે કહ્યું કે, આ માત્ર આદત છે અને તેને ઇન્ટરનેટ ડિસઓર્ડર કહેવામાં આવે છે. તેનાથી પીડિત વ્યક્તિનો ગેમિંગ પર કોઈ કંટ્રોલ રહેતો નથી અને કોઈ પણ જરૂરી વસ્તુઓ કરતાં પહેલા પ્રાથમિકતા ગેમને આપે છે.

શું છે ગેમિંગ એડિકશન અને પેરેન્ટ્સ તેમના બાળકોને કેવી રીતે બચાવે..
ગેમ રમનારા લોકો આપને જોયા છે કે તો મોબાઈલ સ્ક્રીનમાં જ વ્યસ્ત હોય છે તેમને બીજી કોઈ પણ વસ્તુ દેખાતી નથી. ડો. શર્માએ જણાવ્યું કે, તેના બે મોટા કારણ હોય શકે છે. પ્રથમ અચીવમેન્ટ અને બીજું મોટિવેશન. ચેલેન્જ હોવાથી બાળકો વધારે આકર્ષિત થાય છે. તેમાં ગગ્રુપિંગ હોય છે, લેવલ્સને ક્રોસ કરવાનું હોય છે અને બાળકો સ્ટેજ પાર કરવાની સાથે જ મોટિવેટ અનુભવે છે.

બાળકોને ગેમિંગની આદત છે તે પેરેન્ટ્સ કેવી રીતે ઓળખે?
ગુસ્સો કરવો: જો તમારું બાળક આખો દિવસ ગેમ રમી રહ્યું છે અને તેનો વ્યવહાર બદલાઈ ગયો છે તો પેરેન્ટ્સ સાવચેત થઇ જાઓ. આ તકલીફથી પીડિત બાળક નાની નાની વસ્તુઓને લઈને ગુસ્સે થવા લાગે છે.
ડેલી રૂટીન ખરાબ થાય: જો કોઈ પણ વ્યક્તિ ગેમિંગની આદતનો શિકાર થઇ ગઈ છે તો તે પ્રાથમિકતા ગેમને જ આપશે. જો કોઈ આખો દિવસના કામને સાઈડમાં મૂકીને ગેમિંગ પાછળ સમય પસાર કરે છે તો આ એક સંકેત હોઈ શકે છે.
કામ ન કરી શકવું: ગેમિંગની આદતના શિકાર માત્ર બાળકો જ નથી પણ મોટા લોકો પણ છે. ઘરમાં રહેતા લોકો આ વાતનું ધ્યાન રાખો, જો કોઈ પણ માણસ તેનું કામ યોગ્ય રીતે કરતી નથી તો બની શકે છે કે તે ગેમિંગ ડિસઓર્ડરથી પીડિત હોય.
અભ્યાસ બગડવો: બાળકોમાં આ વાત સામાન્ય હોય છે, કારણ કે વધારે ગેમિંગની અસર અભ્યાસ પર દેખાવા લાગે છે. પેરેન્ટ્સ ધ્યાન રાખો કે બાળકોનો અભ્યાસ બગડી ગયો છે તો તેની ચિંતા કરવી જોઈએ.
લોકો સાથે સંપર્ક ઓછો થઇ જવો: ગેમિંગ ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિ મોટાભાગનો સમય મોબાઈલ પાછળ જ પસાર કરે છે. આવી સ્થિતિમાં તે કોઈને મળવાનું પણ પસંદ કરતો નથી. દરેક સમયે તેને માત્ર ગેમિંગની જ ભૂખ હોય છે.

ગેમિંગ ડિસઓર્ડરથી બાળકોને કેવી રીતે દૂર રાખવા
ડોક્ટર શર્માના જણાવ્યા પ્રમાણે, આજકાલ પરિવારમાં કોઈની પાસે પણ એકબીજા માટે સમય નથી. ઘણા કિસ્સામાં તો લોકો એટલા વ્યસ્ત હોય છે કે તેમની પાસે એકબીજાની સાથે વાત કરવાનો પણ સમય નથી હોતો. તેને દૂર કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે પરિવારમાં શિસ્તનું પાલન કરાવવું.

તેમના જણાવ્યા પ્રમાણે, નિયમ બનાવવો જોઇએ કે, એક સમયનું ભોજન બધાએ સાથે મળીને કરવું. તેનાથી માનસિક સ્તરે ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. તે ઉપરાંત આ 5 બાબતો ગેમની આદત છોડાવવામાં મદદ કરી શકે છે...

આઉટડોર એક્ટિવિટીઃ ઘરમાં જો કોઈને ગેમની આદત પડી ગઈ હોય તો માતાપિતાએ તેમને આ આદતમાંથી બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કરવા. માતાપિતાએ બાળકોને આઉટડોર ગેમ્સ અને એક્સર્સાઈઝ જેવી વસ્તુઓ માટે તૈયાર કરવા જોઈએ.

મોબાઈલ અને ઈન્ટનેટ ટાઈમને ફિક્સ કરોઃ આ સલાહ ગેમિંગના વ્યસનનો સામનો કરી રહેલા લોકો માટે ફાયદાકારક છે, કેમ કે, જો તમે મોબાઈલ અને ઈન્ટરનેટનો સમય મર્યાદિત કરી નાખો છો તો તમને બીજા કામમાં પણ સમય મળે છે. તમારા મોબાઇલ અને ઇન્ટરનેટનો સમય ફિક્સ કરો.

હોબી પર ફોકસ કરોઃ સતત ગેમ રમવાની આદતના કારણે વ્યક્તિ પોતાની ગમતી વસ્તુઓની અવગણના કરવાનું શરૂ કરે છે, જ્યારે આ જ વસ્તુઓ તમને ગેમિંગ ડિસઓર્ડરથી બચાવી શકે છે. માતાપિતાએ પણ બાળકોને તેમની જૂની મનગમતી વસ્તુઓ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

બાળકોના વર્તન પર માતાપિતાએ ધ્યાન રાખવુંઃ માતા-પિતા માટે બાળકોના વર્તનનું ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય રીતે નાની ઉંમરના બાળકોની પાસે ફોન નથી હોતો, પરંતુ તેઓ માતા-પિતાના ડિવાઈસનો ઉપયોગ કરે છે. આ કેસમાં તો તમે તેમની પ્રવૃત્તિઓ અમુક હદ સુધી જોઈ શકો છો, પરંતુ પોતાનો મોબાઇલ ફોન રાખતા બાળકોના કિસ્સામાં આ મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં માતાપિતાએ તેમની ઓનલાઈન પ્રવૃતિઓની તપાસ કરતા રહેવું. મોનિટર કરો કે, બાળક સ્ક્રીન પર વધારે સમય ક્યાં પસાર કરે છે.

નિષ્ણાતની સલાહ લોઃ જો તમામ પ્રયાસો બાદ પણ કોઈ વ્યક્તિ ગેમિંગના વ્યસનને દૂર કરવામાં સક્ષમ નથી, તો તમે નિષ્ણાતની સલાહ લો. મેન્ટલ હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આવા કેસમાં સાઈકોથેરેપી ઘણી કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...